પક્ષપલટુઓ લાલચુ અને ભ્રષ્ટ: મમતા પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે, પક્ષપલટુ કરનારા સભ્યો લાલચુ અને ભ્રષ્ટ છે.June 19, 2019

કોલકાતા: લોકસભાની ચૂંટણી બાદ ટીએમસી છોડીને ભાજપના જવાનો પ્રવાહ વધ્યો છે. અનેક સાંસદ, વિધાનસભ્યો અને નગરસેવકો ભાજપમાં જોડાયા છે. પશ્ર્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે, પક્ષપલટુ કરનારા સભ્યો લાલચુ અને ભ્રષ્ટ છે. ભાજપ અમારો કચરો ભેગો કરી રહ્યું છે. પક્ષને સમર્પિત અને વફાદાર સભ્યોને તેઓ લેશે, જેમણે ભાજપમાં જોડાવું હોય તેઓ

જલદીથી પક્ષ છોડી શકે છે, એમ તેમણે કહ્યું હતું. ચૂંટણી બાદ ટીએમસીના ત્રણ સાંસદ અને ઘણા નગરસેવક પક્ષ છોડીને ભાજપમાં ગયા છે. અમુક ભ્રષ્ટ અને લાલચુ લોકો માટે અમને કોઈ ચિંતા નથી. ભ્રષ્ટાચારના કેસથી બચવા અમુક સભ્યો ભાજપમાં જોડાયા છે, પરંતુ ભ્રષ્ટાચારની તપાસમાંથી કોઈ બચી શકશે નહીં, એમ મમતાએ કહ્યું હતું.
2021માં વિધાનસભાની ચૂંટણી પૂર્વે પક્ષનું માળખું નવેસરથી ઊભું કરાશે. એક વ્યક્તિ જશે તેની સામે 500 ઊભા થશે, એમ કહ્યું હતું. તેમના પક્ષે અમુક ભૂલ કરી છે તે સ્વીકાર્યું હતું. ભાજપની જાળમાં ફસાવાથી દૂર રહેવા તેમણે સલાહ આપી હતી.