ટેક્સ ચોરી હવે ‘ગંભીર’ અપરાધJune 19, 2019

જીએસટીમાં ટેકસ ચોરી પર
21મીની બેઠકમાં રણનીતિ
નવી દિલ્હી: જીએસટી કાઉન્સિલની 21 જૂને પ્રસ્તાવિક બેઠક છે. આ બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવી શકે છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 50 કરોડથી વધુના બી 2 બી(બિઝનેસ-ટુ-બિઝનેસ) ટ્રાંજેક્શન પર ઇ-બિલને ફરજિયાત કરવામાં આવી શકે છે. સરકારને આશા છે કે બી2બી ટ્રાંજેક્શન પર ઇ બિલને અનિવાર્ય કરવાથી ટેક્સ ચોરીમાં મોટી સફળતા પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપરાંત આ બેઠકમાં એકસ્ટ્રા ન્યૂટ્રલ આલ્કોહોલને (અનુસંધાન પાના નં.8) પણ જીએસટીના દાયરામાં 18 ટકા ટેક્સ સ્લેબમાં લાવવા અંગે નિર્ણય થઇ શકે છે.
એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે જીએસટી પરિષદના એજન્ડાને અંતિમ રૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે. કારોબારની થ્રેસહોલ્ડ વધારવા અને બિનલાભકારી સંસ્થાના કાર્યકાળને વધારવા પર નિશ્વિતપણે ચર્ચા થશે.થ જીએસટી પરિષદની આગામી બેઠક ખૂબ મહત્વપૂર્ણ છે, કારણ કે મોદી સરકારના ગત મહિને સત્તામાં પરત ફર્યા બાદ પરિષદની આ બેઠક હશે. મોદી સરકાર બીજીવાર પણ ભારે બહુમતથી સત્તામાં પરત ફરી છે. પરિષદની બેઠકમાં સુસ્ત પડેલી અર્થવ્યવથા અને મે મહિનામાં આશા કરતાં ઓછા કરતાં જીએસટી સંગ્રહ પર પણ ચર્ચા થશે.
કેંદ્વીય નાણામંત્રી નિર્મલા સીતરમણ પહેલીવાર આ બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં બધા રાજ્યોના નાણામંત્રી સામેલ હશે. ઇન્કમટેક્સ રિટર્ન ફાઇલ
કરવાની તારીખ હજુ લંબાશે
નવી દિલ્હી: આ વર્ષે આવકવેરા રિટર્ન ભરવા માટેની સમયમર્યાદા વધારવામાં આવે તેવી પૂરી શક્યતા છે. સરકારે ફોર્મ-16, સેલરી ટીડીએસ સર્ટિફિકેટ અને સેલરી ટીડીએસ રિટર્નમાં થયેલા ફેરફારના કારણે ટીડીએસ રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા એક મહિનો લંબાવી છે તેના કારણે વ્યક્તિગત કરદાતાઓ મધ્ય જુલાઈથી જ રિટર્ન ફાઇલ કરી શકશે અને તેથી 31 જુલાઈ સુધીમાં રિટર્ન ભરવા બધા માટે શક્ય ના બની શકે તેવી સ્થિતિને (અનુસંધાન પાના નં.8) લઈને આવકવેરા રિટર્ન ભરવાની સમયમર્યાદા વધારવામાં આવે તેવી સંભાવના છે.
કંપનીઓ ટીડીએસ રિટર્ન ફાઇલ કરે તેના 15 દિવસમાં તેમણે કર્મચારીઓને ફોર્મ-16 આપવું જરૂરી છે. આમ ટીડીએસ રિટર્નની સમયમર્યાદા 30 જૂન નક્કી થઈ છે અને ફોર્મ 16 ઇશ્યૂ કરવાની ડેડલાઇન પણ લંબાવીને 10 જુલાઈ કરવામાં આવી છે. આ સ્થિતિમાં હાલની ડેડલાઇન મુજબ તેમની પાસે રિટર્ન ભરવા માટે માત્ર 20 દિવસનો સમય જ રહે છે. આથી આવકવેરા રિટર્ન ફાઇલ કરવાની સમયમર્યાદા વધારવામાં આવે તેવી પૂરી શક્યતા છે.
સરકાર કરદાતાઓને રાહત આપવા માટે આવકવેરા રિટર્નની ડેડલાઇન લંબાવે તેવી શક્યતા છે કારણે ગયા એસેસમેન્ટ વર્ષથી બદલાયેલા નિયમો મુજબ લેટ ફાઇલિંગ પર 10,000 સુધીની પેનલ્ટી લાગુ થાય છે. સરકારે આ વર્ષથી નવા આવકવેરા રિટર્ન ફોર્મ નોટિફાઇ કર્યાં છે અને ટીડીએસ સર્ટિફિકેટ તેને સુસંગત બને તે માટે ફોર્મ-16 અને ફોર્મ-24ક્યુમાં ફેરફાર કરવામાં આવ્યા છે, જે 12 મે, 2019થી અમલમાં આવ્યા છે.
ફોર્મ-16ના પાર્ટ-બી કે જેમાં સેલરી અને અન્ય આવકની માહિતી હોય છે તેને સ્ટાન્ડર્ડાઇઝ કરવામાં આવી છે અને એલાવન્સ વિશે વધુ વિગતો માંગવામાં આવી છે. ઉપરાંત હવેથી પાર્ટ-બી પણ ટ્રેસિસ પોર્ટલ પરથી જ ડાઉનલોડ કરીને ઇશ્યૂ કરવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. 50 લાખ સુધીની આવક ધરાવતા પગારદાર કરદાતા કે જેમની પાસે આવકનો બીજો કોઈ સ્રોત નથી તેમણે આઇટીઆર-1 ફાઇલ કરવાનું રહેશે અને જો વ્યક્તિની આવક 50 લાખથી વધુ હોય તો તેમણે આઇટીઆર-2 ફાઇલ કરવાનું રહેશે. નવી દિલ્હી તા.19
ટેકસ ચોરી કરનાર લોકો પર ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટ સખત પગલા ભરશે. ઇન્કમ ટેકસ ડિપાર્ટમેન્ટના રિવાઇઝડ ગાઇડલાઇન્સ અનુસાર, બ્લેકમની અને બેનામી કાયદા હેઠળ કરવામાં આવેલા અપરાધને ગંભીર માનવામાં આવશે જે અત્યાર સુધી ગંભીર માનવામાં આવતા ન હતાં. તેનો મતલબ એ કે, જો કોઇ વ્યક્તિ કે કંપની ટેકસ ચોરી કરે તો માત્ર ટેકસ પેમેન્ટ, પેનલ્ટી અને વ્યાજ ચૂકવાવની મામલો પતી નહીં જાય. ઇન્કમ ટેકસની નવી ગાઇડલાઇન્સ 17 જૂન 2019થી લાગુ થઇ છે. ટેકસ ચોરીના તમામ મામલાને ગંભીર અપરાધની શ્રેણીમાં રખાશે.

રિવાઇઝડ ગાઇડલાઇન્સમાં 13 પ્રકારના મામલાનું લીસ્ટીંગ કરવામાં આવ્યું છે. નવી ગાઇડલાઇન્સ અનુસાર, ઇન્કમ ટેકસ કલમ 275 એ, 275બી, અને 276 હેઠળ કરવામાં આવેલા અપરાધને ખુબ ગંભીરની શ્રેણીમાં નખી લાવવામાં આવ્યા. નવી ગાઇડલાઇન્સે 2014ની ગાઇડલાઇન્સની જગ્યા લીધી છે. રિવાઇઝડ ગાઇડલાઇન્સ અનુસાર, બ્લેકમની એન્ડ ઇમ્પોઝીશન ઓફ ટેકસ એકટ, 2015 અનુસાર, કરવામાં આવેલા અપરાધને સામાન્ય નહીં માનવામાં આવે. બેનામી ટ્રાન્જેકશન એકટ, 1988 હેઠળ કરવામાં આવેલા અપરાધને પણ ટેકસ અધિકારી હવે ગંભીર અપરાધ માનશે.
સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેટક ટેકસે પોતાના સિનીયર અધિકારીઓને નિર્દેશ આપ્યો છે કે, આના આધાર પર ટેકસ ચોરીના મામલા પતાવાવના રહેશે. આ 136 મામલા અત્યાર સુધીમાં ગંભીર અપરાધની શ્રેણીમાં અવાતા ન હતાં.
‘એ’ કેટેગરીનો અપરાધ
મિંટ અનુસાર, ઇન્કમ ટેકસ કલમ 115-0 અથવા ચેપ્ટર -બી હેઠળ જો તમે ટેકસ નહીં ચૂકવો તો, આ અપરાધ એ કેટેગરીમાં આવે છે. સોર્સથી ટેકસ કલેકટ કરી જો કોઇ કંપની અથવા વ્યક્તિ ટેકસ નથી ચુકવતો તે પણ આ કેટેગરીમાં અપરાધ માનવામાં આવશે.
વિલફૂલ ડિફાલ્ટ કઇ કેટેગરીમાં આવશે કેટેગરી બીમાં તે કંપની અથવા વ્યક્તિ જે ટેકસ ચોરી માટે વિલફૂલ ડિફોલ્ટ કરે છે. તેમાં તે પણ સામેલ થશે જે જરૂરી દસ્તાવેજ અથવા પોતાના ખાતાની માહિતી નહીં આપે. સાથે વેરિફિકેશન માટે નકલી ડોકયુમેન્ટ આપવાનો અપરાધ પણ આ કેટેગરીમાં આવશે.