મલ્ટીપલ-ટ્રી...: એક જ ઝાડવે 40 પ્રકારનાં ફળ!June 19, 2019

સામાન્ય રીતે એક વૃક્ષ પર એક જ પ્રકારનું ફળ ઉગતું હોય છે, પણ આ સમાચાર વાંચીને તમે ચોંકી જશો. દુનિયામાં એક એવી જગ્યા પણ છે, જ્યાં એક જ વૃક્ષ પર 40 અલગ-અલગ પ્રકારના ફળો ઉગે છે. અમેરિકામાં વિઝ્યુઅલ આર્ટ્સના એક પ્રોફેસરે આર અદ્ભૂત વૃક્ષ તૈયાર કર્યું છે. આ વૃક્ષ ટ્રી ઓફ 40’ નામથી જાણીતું છે. આ વૃક્ષમાં બોર, પીચ (સતાલુ), જરદાલુ, ચેરી અને નેક્ટરાઈન જેવા વિવિધ ફળો ઉગે છે. આ અનોખા વૃક્ષની કિંમત અંદાજે 19 લાખ રૂપિયા છે. હકીકતમાં એ બગીચો ફંડની કમીના કારણે બંધ થઈ જવાનો હતો, જેમાં અનેક પ્રાચીન અને દુર્લભ ઝાડપાનની પ્રજાતિઓ પણ હતી. પ્રોફેસર વોને ગ્રાફિ્ંટગ ટેક્નિકની મદદથી આ વૃક્ષ ઉગાડવામાં સફળતા મેળવી છે. વોનનો જન્મ એક ખેડુત પરિવારમાં થયો હોવાથી તેમને પહેલેથી જ ખેતીવાડીમાં ખુબ રસ હતો. તેમણે બંધ થવાના આરે પહોંચી ગયેલો આ બગીચો લીઝ ઉપર લીધો અને ગ્રાફિ્ંટગ ટેક્નિકની મદદથી તેમણે નટ્રી ઓફ 40’ જેવા પ્રયોગને અંજામ આપ્યો હતો. અમેરિકાની સેરાક્યુજ યુનિવર્સિટીમાં વિઝ્યુઅલ આર્ટ્સના પ્રોફેસર અને આર્ટિસ્ટ વોન એકેને 2008થી આ વૃક્ષ માટે મહેનત શરૂ કરી હતી. ન્યુયોર્ક સ્ટેટ એગ્રીકલ્ચરલ એક્સપેરિમેન્ટમાં તેમણે એક બગીચા વિશે જામ્યું, જેમાં 200 પ્રકારના બોર અને જરદાલુના રોપાં હતાં. આ બગીચો બંધ થવાનો છે તેવું જાણ્યા બાદ વોને નવો પ્રયોગ કરવાનો ફેંસલો કર્યો હતો. પ્રોફેસરે અત્યાર સુધીમાં અમેરિકાનાં સાત રાજ્યોમાં આ પ્રકારનાં 16 વૃક્ષો વાવ્યાં છે.કઈ રીતે કામ કરે છે ગ્રાફિ્ંટગ ટેક્નિક? ગ્રાફિ્ંટગ ટેક્નિક હેઠળ રોપા તૈયાર કરવા માટે શિયાળામાં વૃક્ષની એક ડાળી કળી સહિત કાપીને અલગ કરવામાં આવે છે. ત્યાર બાદ આ ડાળીને મુખ્ય વૃક્ષમાં કાણું કરીને લગાવી દેવામાં આવે છે. જોડાયેલા સ્થાન પર પોષક તત્વોનો લેપ લગાવવામાં આવે છે અને પછી તેની ઉપર પટ્ટી બાંધી દેવામાં આવે છે. ડાળી ધીમે ધીમે મુખ્ય વૃક્ષ સાથે જોડાય જાય છે અને તેમાં ફળ-ફૂલ આવવા લાગે છે.