‘ટપૂડો’તો ‘જેઠાલાલ’ ને’ય ટપી ગયો: ‘બબીતા’જી સાથે અફેરJune 26, 2019

  • ‘ટપૂડો’તો ‘જેઠાલાલ’ ને’ય ટપી  ગયો: ‘બબીતા’જી સાથે અફેર

મુંબઇ તા. 26
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલ અને દયાની જેમ જ બબીતા પણ ફેમસ થયેલું કેરેક્ટર છે. આ જ શોમાં બીજુ એક કેરેક્ટર કે જે ટપુની જગ્યાએ લેવામાં આવ્યો છે. તે એટલે કે રાજ અનાદક્ત. હાલના સમયમાં બંન્ને ઘણી જગ્યાએ સાથે જોવા મળી રહ્યાં છે.
બંન્ને એક્ટર એકસાથે રેસ્ટોરન્સમાં બેસીને જમી રહ્યાં છે. તેમજ બંન્ને એક્ટર ચોકલેટ ખાતા હોય એવા ફોટો પણ વાયરલ થઈ રહ્યાં છે. આવા અલગ અલગ ફોટો વાયરલ થવાનાં કારણે હવે એક ચર્ચાએ જોર પકડ્યું છે કે, શું બબીતાજી ટપ્પુને ડેટ કરી રહી છે?
એટલું જ નહીં પણ બંન્ને એક્ટર એકસાથે રવિવારે ફરવા નીકળ્યા હતા. પ્રખ્યાત ફુટ કોર્ટમાં બંન્નેએ લંચ પણ કર્યું હતું. આ દરમિયાન બબીતાએ ફોટો પણ શેર કર્યા હતા. ફોટો જોતા લાગે છે કે બબીતા અને રાજ વચ્ચે સારુ બોન્ડિંગ છે. ઉલ્લેખનીય છે કે બબીતાનું અસલ નામ મુનમુન છે.