મોદી સરકાર 84000 સૈનિકોની CAPFમાં યુધ્ધના ધોરણે ભરતી કરશેJune 26, 2019

નવીદિલ્હી,તા.26
સેન્ટ્રલ આર્મ્ડ ફોર્સમાં મંજૂર 9,99,795 પોસ્ટમાંથી 84,000થી વધુ પદ ખાલી છે તેવું કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું હતું. સરકારે વધુમાં કહ્યું કે ખાલી પોસ્ટ ભરવા ઝડપભેર પગલાં ભરવામાં આવી રહ્યા છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ), બોર્ડ સિક્યોરિટી ફોર્સ (બીએસએફ), સેન્ટ્રલ ઈન્ડસ્ટ્રિયલ સિક્યોરિટી ફોર્સ (સીઆઈએસએફ), સશસ્ત્ર સીમા બલ (એસએસબી), ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (આઈટીબીપી) વિગેરેનો સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સિસ (સીએપીએફ)માં સમાવેશ થાય છે.
ગૃહ મંત્રાલયે લોકસભામાં એક લેખિત જવાબમાં કહ્યું કે વયના આધારે નિવૃત્તિ, સ્વૈચ્છિક નિવૃત્તિ અને મૃત્યુના કારણે ફોર્સિસમાં વેકેન્સીઓ ઊભી થતી હોય છે. દર વર્ષે સરેરાશ દસ ટકા વેકેન્સી ઊભી થતી હોય છે. જેને ભરવાની પ્રક્રિયા ચાલતી રહે છે. હાલમાં 84037 વેકેન્સી છે.
2017ના વર્ષમાં સ્ટાફ સિલેકશન કમિશન (એસએસસી) દ્વારા કોન્સ્ટેબલની વેકેન્સી માટે ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી અને 57268 વેકેન્સી ભરવામાં આવી હતી. 2018ના વર્ષમાં કોન્સ્ટેબલની 58373 વેકેન્સી જાહેર કરવામાં આવી હતી. જેને માટે એસએસસી દ્વારા કમ્પ્યુટર આધારિત લેખિત પરીક્ષા રાખવામાં આવી હતી. 2018માં સબ-ઈન્સ્પેક્ટરની 1094 વેકેન્સી માટેનું એસએસસીએ પરિણામ જાહેર કર્યું છે. ,
2018માં આસિસ્ટન્ટ કમાન્ડન્ટની 466 વેકેન્સી ભરવા યુપીએસસીએ લેખિત પરીક્ષાનું સંચાલન કર્યું હતું. જેનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. ઈન્ટરવ્યૂ અથવા પર્સનાલિટી ટેસ્ટ માટે 1412 ઉમેદવારોના નામ નશોર્ટલિસ્ટથ કરવામાં આવ્યા છે. આસિસ્ટન્ટ કમાન્ડમેન્ટ એક્ઝામ 2019નું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. અને 323 વેકેન્સી ભરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. તેવું ગૃહમંત્રાલયે લોકસભામાં જણાવ્યું હતું.