'વાયુ' વાવાઝોડાના પગલે 21 ટ્રેન રદ, બે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઇJune 12, 2019

  • 'વાયુ' વાવાઝોડાના પગલે 21 ટ્રેન રદ, બે સ્પેશિયલ ટ્રેન શરૂ કરાઇ

'વાયુ' વાવાઝોડાના પગલે વાહન વ્યવહાર ઉપર પણ અસર થઇ રહી છે. વધારે નુકસાન ન થાય અને મુસાફરો ફસાઇ ન જાય તે માટે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારને અસર કરતી ટ્રેનોને દર કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સાંજે છ વાગ્યાથી લઇને 14 જૂન સુધી ટ્રેનોને રદ કરવામાં આવી છે. જેમાં વેરાવળ, ઓખા, પોરબંદર, ભાવનગર, ભૂજ, ગાંધીધામ જતી પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોને રદ કરવામાં આવી છે. આ ઉપરાંત જુનાગઢ મીટરગેજની તમામ ટ્રેન રદ કરવાાં આવી છે. જુનાગઢથી અમરેલી દેલવાડા રૂટ ઉપર દોડતી ટ્રેનોને બંધ કરવામાં આવી છે. આમ વાયુ વાવાઝોડના પગલે 21જેટલીટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત બે સ્પેસિયલ ટ્રેન શરૂ કરવામાં આવી છે. ઓખાથી રાજકોટની ટ્રેન સાંજે 5.45થી ઉપડશે. અને ઓખાથી અમદાવાદ આજે બુધવારે રાત્રે 8.5 વાગ્યે ઉપડશે. - કઇ ટ્રેન રદ કરવામાં આવી
1- 15636 રાજકોટ- ઓખા ટ્રેન
2- 19251 સોમનાથ- ઓખા ટ્રેન
3- 19525 ઓખા- સોમનાથ ટ્રેન
4- 59207 ભાવનગર-ઓખા ટ્રેન
5-59208 ઓખા-ભાવનગર ટ્રેન
6-12906 હાવડા-પોરબંદર ટ્રેન
7-22906 હાપા-ઓખા ટ્રેન
8- 12905 પોરબંદર-હાવડા ટ્રેન
9-11464 જબલપુર-સોમનાથ ટ્રેન
10-11463 સોમનાથ-જબલપુર ટ્રેન
11- 19319 વેરાવળ-ઇન્દોર ટ્રેન
12- 22957 અમદાવાદ- વેરાવળ ટ્રેન
13-12971 બાન્દ્રા ટર્મિનલ-ભાવનગર ટ્રેન
14- 19203 ગાંધીનગર-ભાવનગર ટ્રેન
15- 19015 મુંબઇ સેન્ટ્રલ- પોરબંદર ટ્રેન
16- 19201 સિકંદ્રાબાદ- પોરબંદર ટ્રેન
17- 19115 દાદર- ભુજ ટ્રેન
18- 22955 બાન્દ્રા-ભુજ ટ્રેન
19- 22903 બાન્દ્રા- ભુજ ટ્રેન
નાગરકોઇલ-ગાંધીધામ ટ્રેન
21- 14321 બરેલી-ભુજ ટ્રેન