‘વાયુ’ વાવાઝોડાની અસર ધુળની ડમરીઓથી સોમનાથ મંદિર ઢંકાયુંJune 12, 2019

  • ‘વાયુ’ વાવાઝોડાની અસર ધુળની ડમરીઓથી સોમનાથ મંદિર ઢંકાયું

  • ધૂળની ડમરીઓમાં ઢંકાઈ ગયેલા સોમનાથ મંદિરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ
  • મંદિરનો પાયો અને બાંધકામ અત્યંત મજબુત કોઈ પણ પ્રકારનું નુકસાન નહીં થાય
સોમનાથઃ ગુજરાતના 1600 કિ.મી.ના દરિયાકાંઠા પર તોળાઇ રહેલા ‘વાયુ’ વાવાઝોડાના ખતરાની વચ્ચે યાત્રાધામ સોમનાથમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી હતી. ધૂળની ડમરીઓમાં સોમનાથ મંદિર ઢંકાઈ ગયું હતું. જેને લઇને થોડોક સમય અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જોકે બાદમાં આ વાતાવરણ સામાન્ય થઇ જતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો. ધૂળની ડમરીઓમાં ઢંકાઈ ગયેલા સોમનાથ મંદિરનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. સોમનાથ મંદિર માટે છેલ્લા ત્રણ દાયકામાં ત્રીજુ મોટું વાવાઝોડું છે. મંદિરનો પાયો અત્યંત મજબુત અને મંદિરનું બાંધકામ પણ આ પ્રકારના વાવાઝોડા સામે ટકી રહેવા સક્ષમ છે એવું સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી - સેક્રેટરી પી.કે. લહેરીએ દિવ્યભાસ્કરને જણાવ્યું છે. તકેદારી માટે મંદિરની આસપાસના તમામ હાઈમાસ્ટ ટાવર ઉતારી લેવામાં આવ્યા છે. બાંધકામ, સમારકામ તેમજ ધ્વજારોહણ માટે બનાવેલ પ્લેટફોર્મ પણ હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને ઉતારી લેવાયા છે.