કુદરતના કોપ સામે જનસેવાનો ધોધJune 12, 2019

વાયુ વાવાઝોડાં ગ્રસ્તોને સહાયભૂત થવા માટે રાજકોટ-સૌરાષ્ટ્રની સેવા સંસ્થાઓનો ભગીરથ પ્રયાસ
રાજકોટમાં રસોડા ધમધમ્યા: જૂનાગઢમાં હજારો ફૂડ પેકેટ્સ તૈયાર પેકિંગ બેગ
સંસ્થાનું નામ ઈન્ચાર્જનું નામ
દૂધ ઉત્પાદક સંઘ ગોવિંદભાઈ રાણપરિયા 60000
પાયલ પ્લાસ્ટિક શૈલેષભાઈ કાતરાણી 25000
રમેશભાઈ ટીલવા 50000
પાણીના પાઉચ
સંસ્થાનુંનામ ઈન્ચાર્જનું નામ પાઉચની સંખ્યા
પંચાલ, ફુડ ઈન્સ્પેકટર 60000
ફળદુ સાહે
ગુણવંતસિંહ ઝાલા 2000
બેગ સીલાઈ મશીન
સંસ્થાનું નામ નામ મશીનની સંખ્યા
બોલબાલા ટ્રસ્ટ જયેશભાઈ 25
સ્વામી નારાયણ મંદિર વશરામભાઈ 25 સંસ્થાઓ દ્વારા અપાયેલી રાહત સામગ્રીની યાદી
સંસ્થાનું નામ ઈન્ચાર્જનું નામ સંખ્યા
આત્મીય યુનિવર્સિટી ટી.વી.સ્વામી 2000
સ્વામિનારાયણ ગુરુકુલ પૂર્ણપ્રકાશ સ્વામી 5000
રાજન વડાલિયા 25000
બાલાજી વેફર્સ ભીખાભાઈ 15000
ગોપાલ નમકીન બીપીનભાઈ 25000
બી.એ.પી.એસ. ગોંડલ આરૂણી ભગત 15000
સદ્ગુુરુ આશ્રમ પ્રવિણભાઈ વસાણી 2500
ખોડલધામ નરેશભાઈ પટેલ 25000
બિલ્ડર્સ એસોસીએશન પરેશભાઈ ગજેરા 25000
બોલબાલા ટ્રસ્ટ જયેશભાઈ 2500
આપાગીગાનો ઓટલો નરેન્દ્રબાપુ 75000-50000
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેહુલભાઈ રૂપાણી 100000
રામનાથ ધામ. ગોંડલ 10000
સ્વામીનારાગણ ગુરુકુળ 10000
(શ્રી વડાલિયા)
પ્રાયવેટ સ્કૂલ 50000
એસોસીએશન
વડાલિયા ફુડ બોલબાલા ટ્રસ્ટ દ્વારા 2500 ફૂડ પેકેટ તૈયાર રાત્રી સુધીમાં વધુ 2500 પેકેટ તૈયાર કરાશે વાવાઝોડાની અસરના પગલેસરકારી તંત્રની સાથે સામાજિક સંસ્થાઓ પણ એલર્ટ થઈ ગઈ છે. ત્યારે બોલબાલા ટ્રસ્ટ દ્વારા 2500થી વધુ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ સરકારી તંત્રની સાથેસાથે સામાજીક સંસ્થાઓ પણ એલર્ટ થઈ ગઈ છે ત્યારે બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટના જયેશ ઉપાધ્યાય દ્વારા જણાવાયુ છે કે ટ્રસ્ટના 150 કરતા પણ વધુ કાર્યકર્તાઓ દ્વારા 2500થી વધુ ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા છે અને આજે રાત સુધીમાં અન્ય 2500 પેકેટ તૈયાર કરી તંત્રને સોંપવામાં આવશે. જરૂર પડ્યે વધુ પેકેટ તૈયાર કરવા માટે પણ અમારી તૈયારી છે. રાજકોટ તા,12
‘વાયુ’ વાવાઝોડુ 24 કલાકમાં ભયંકર રીતે ત્રાટકવાની હવામાન ખાતાની આગાહીના પગલે તંત્ર એલર્ટ થયું છે ત્યારે સામાજીક સંસ્થાઓ પણ મેદાને આવી છે. વિવિધ સામાજીક, ધાર્મિક સંસ્થાઓ દ્વારા વાવાઝોડા સામે પહોંચી વળવા અને જીવન જરૂરી ચીજવસ્તુઓની કિટ અત્યારથી જ સાવચેતીના પગલારૂપે તૈયાર કરી લીધી છે અને ફુડ પેકેટ પણ બનાવવામાં આવ્યો છે. જેથી આવનાર સ્થિતિને સરળતાથી પહોંચી શકાય તેમજ તાત્કાલીક અસરગ્રસ્ત વિસ્તારમાં પહોંચી શકાય તેવી વ્યવસ્થા સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ દ્વારા કરવામાં આવી છે. વાવાઝોડામાં અસરગ્રસ્ત મૂંગા જીવો માટે લાડવા, રોટલી માટે રસોડું કાર્યરત
વાવાઝોડાને કારણે અસરગ્રસ્ત મુંગા જીવો માટેનું લાડવા-ખોળ-રોટલી-બુંદી-ગાંઠિયાના પેકેટ વાળવા માટે સેવાભાવી જય માતાજી અબોલ જીવ ટ્રસ્ટને તાકીદે જરૂર છે. આજે આ રસોડુ કાર્યરત થઈ જનાર છે. આ સેવાયજ્ઞમાં બપોરના પાંચ વાગ્યાથી રસોડુ ચાલુ કરવામાં આવેલ છે. આ રસોડુ એરપોર્ટ ફાટક પાસે, રેસકોર્ષ પાર્ક શેરી નં.1, વિરમેશ્ર્વર મહાદેવ મંદિરમાં કાર્યરત છે. અસરગ્રસ્ત મુંગા જીવોના ખોરાક માટેની વ્યવસ્થા છે.
વિરમેશ્ર્વર મહાદેવ મંદિર, રેષકોર્ષ પાર્ક શેરી નં.1, એરપોર્ટ રેલવે ફાટક પાસે સેવા કરવા આવવા જણાવાયુ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે દોલતસિંહ ચૌહાણના માર્ગદર્શન હેઠળ મીતલભાઈ ખેતાણી, મનસુખભાઈ કણસાગરા, ભીમજીભાઈ સગપરિયા, મનુભાઈ બલદેવ, વિનોદભાઈ પાબારી, અલ્કાબેન ખગ્રામ, મહેશભાઈ જીવરાજાની , રાજેન્દ્રસિંહ ગોહિલ, લાખાણીબેન, ચીરાગભાઈ ધામેચા, ચંદુભા ડાભી, બાબુભાઈ ખત્રી, ચંદુભાઈ ગોળવાળા, અરૂણભાઈ નિર્મળ, રાજુભાઈ લાખાણી, વિરેન્દ્રભાઈ સંઘવી, હીનાબેન સંઘવી, જે.ડી.ઉપાધ્યાય, પારસભાઈ મોદી તથા તેમનું ગ્રુપ અને પોલીસ હેડ કવાર્ટરના ભાઈઓ બહેનો તથા રેસકોર્ષ પાર્ક અને મારુતી નગરના ભાઈઓ બહેનો વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમ ‘ગુજરાત મિરર’ કાર્યાલયની મુલાકાતે આવેલા આયોજકોએ જણાવ્યું છે. મહામંડલેશ્ર્વર ભારતીબાપુ દ્વારા 3 હજાર પેકેટ અપાશે ગિરનારના સંતોની દાતારી: ફૂડ પેકટ તૈયાર કરી તંત્રને આપ્યા
જુનાગઢના ગિરનાર શ્રેત્રના સંતોએ આજે ફરી એકવાર પોતાની દાતારીનો પરચો આપ્યો છે અને કોઈ જીવની આંતરડી ખાલી ન રહે તે માટે પોતાના અન્નશ્રેતો ગત રાતથી જ ખુલ્લા મૂકી દીધા છે, અને સ્થળાંતર કરાયેલ લોકો પ્રત્યે કરુણા વરસાવી હજારોની સંખ્યામાં ફૂડ પેકેટ બનાવડાવી સરકાર, તંત્ર અને ખાસ કરીને માનવ જીવની વહારે આવી ગયા છે.
ભવનાથ શ્રેત્રના સંત પૂ. શેરનાથબાપુ દ્વારા ગત રાત્રિથઈ જ અન્નશ્રેત્રના રસોડા ધમધમતા કરી દીધા છે અને 15 હજારથી વધુ ફૂડ પેકેટ બનાવી આપવાની તંત્રને તૈયારી બતાવી દીધી છે. અને આજે સાંજે 5 હજાર ફૂડ પેકેટ તંત્રને સુપરત પણ કરશે.
જ્યારે મહામંડલેશ્વર ભારતીબાપુ દ્વારા ત્રણ હજાર ફૂડ પેકેટ આજે આપશે અને વધુ જરૂરિયાત મુજબ કાલે ફૂડ પેકેટ તૈયાર રાખશે તેમ જણાવાયું છે. આ ઉપરાંત ગાયત્રી શક્તિપીઠ જૂનાગઢ દ્વારા પણ પાંચ હજાર ફૂડ પેકેટ આપશે.