દરિયાકાંઠા વિસ્તારના 11500 લોકોનું સ્થાળાંતરJune 12, 2019

જેલમાં નાખો, મારી નાખો પણ ઘર મૂકીને તો નહીં જ જાય મોત સામે જીદ હારી, સ્થળાંતર માટે માછીમારો રાજી ક્ષ વેરાવળના જાલેશ્ર્વરમાં 200 પરિવારને સુરક્ષા સ્થળે ખસેડવામાં આવ્યા
વેરાવળ તા. 12
મોત સામે હંમેશા નમતુ જોખતા માનવીએ આજે ફરી પુરવાર કરી દીધું છે અને વાવાઝોડાના ખતરાથી સ્થળાંતર માટે અરજી કરતાં એનડીઆરએફની ટીમ સાથે ઘર નહીં ચુકવાની જીદે ચડેલા માચ્છીમારો સ્થળાંતર માટે રાજી થઇ ગયા છે અને આજે 200 જેટલા પરિવારનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
હવામાન ખાતાની આગાહીના પગલે દરીયા કાંઠાના વિસ્તારના ગામોમાં તંત્ર દ્વારા સ્થળાંતરની કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે વેરાવળના જાલેશ્ર્વર ગામમાં ગઇકાલથી એનડીઆરએફના જવાનો દ્વારા 200 માચ્છીમાર પરીવારને જગ્યા ખાલી કરવા જણાવવામાં આવ્યું હતું પરંતુ પરિવારો ટસના મસ થયા હતાં નહીં અને જેલમાં નાખવા, મારી નાંખવા કહ્યું હતું અને ઘર તો મુકીને નહીં જ જાય તેવી રકઝક કરી હતી પરંતુ આજે સવારે વાવાઝોડું વધતા તમામ પરિવારો મોત ભાળી જતાં સ્થળાંતર માટે સહમત થયા હતાં આજે સવારે 10.30 થી તમામ પરિવારને એનડીઆરએફના જવાનો દ્વારા સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી.
વેરાવળના જાલેશ્વર વિસ્તારમાં 200 માછીમાર પરિવાર વસે છે. વાયુ વાવાઝોડાની અસર આ વિસ્તારમાં વધુ થવાની સંભાવના છે. મોડી રાત્રે આ વિસ્તારમાં દરિયાનું પાણી ઘૂસી જવાની પણ સંભાવના છે. ત્યારે એનડીઆરએફની ટીમ આ વિસ્તાર ખાલી કરવા ગયા ત્યારે માછીમાર હારૂનભાઇએ તેઓની સાથે માથાકૂટ કરી કહ્યું હતું કે, જેલામાં નાંખો, મારી નાંખો પણ અમારી બોટ મુકીને જશુ નહીં. સરકાર આજે આવીને કહે છે કે ખાલી કરો એમ ઘર મુકીને નહીં જઇએ.
માછીમારોનું કહેવું છે કે, જેલમાં નાંખો ત્યાં રોટલા મળશે પરંતુ ઘર નહીં છોડીએ. એનડીઆરએફની ટીમ સમજાવી રહી છે પરંતુ કોઇ માનવા તૈયાર નથી. ટીમ સાથેની રકઝકમાં લોકોના ટોળા ઉમટ્યા છે અને ઘર છોડવા કોઇ તૈયાર નથી.  તકેદારીના પગલારૂપે થતી કામગીરી પૂર્ણ કરવા કલેક્ટરની તાકીદ: દરિયામાં કરંટ, બે મીટર ઉછળતા મોજા, બે નંબરના સિગ્નલો લગાવવામાં આવ્યા
વેરાવળ તા. 12
અરબી સમુદ્રમાં 630 કી.મી. દુર વાવાઝોડુ વાયુ તેજગતિથી સૌરાષ્ટ્રળ-કચ્છ-ના દરીયાકાંઠા તરફ આવી રહેલ હોય જે સંભવત: બુઘવારની રાત્રીથી ગુરૂવાર સવાર સુઘીમાં સૌરાષ્ટ્ર કચ્છ-ના દરીયાકાંઠે ત્રાટકવાની શકયતા હોવાની સ્િ છતિ ઉદભવી છે જેને ઘ્યાીને રાખી રાજય સરકાર અને ગીર સોમનાથ જીલ્લાર વહીવટી તંત્ર સાવચેતીના ભાગરૂપે આગોતરી કામગીરી કરી રહેલ છે જેમાં આજે બપોરે ગીર સોમનાથ કલેકટરે અઘિકારીઓ સાથે બેઠક યોજી વાવાઝોડોના સંભવિત ખતરાને ઘ્યા ને લઇ તકેદારીના ભાગરૂપે સલામતિ માટે કરવાની થતી તૈયારીઓ અંગે જરૂરી સુચનો આપી સમયસર તમામ કામગીરી પુર્ણ કરી લેવા તાકીદ કરી હતી.
સંભવિત વાવાઝોડાના ખતરા સામે સર્તકતાના ભાગરૂપે કરાયેલ કામગીરીની અંગે જીલ્લાર કલેકટર અજયપ્રકાશ એ એક વાતચીતમાં જણાવેલ કે, ગીર સોમનાથમાં 70 નોટીકલ કી.મી. ના દરીયાકાંઠે પ1 ગામો વસેલા છે. જે ગામોમાં દરીયાની સપાટીથી નિચાણવાળા વિસ્તાલરમાં કાંઠા નજીક રહેતા 11,પ00
લોકો કે જેને વાવાઝોડાની અસર થઇ શકે તેમ હોવાની શકયતા હોવાથી આ તમામ લોકોનું બુઘવારના રોજ જે તે ગામની નજીકના સલામત સ્થાળે સ્થતળાંતર કરવાની કામગીરી કરવાનું નકકી કરાયુ છે.
આ તમામ લોકો માટે જીલ્લાનમાં સાયકલોન સેન્ટવર, ગ્રામ પંચયાતના બીલ્ડીં ગો, શાળાઓ, જુદા-જુદા સમાજની વાડીઓ જેવા 110 રીર્ઝવ આશ્રય સ્થોનો ખાતે ખસેડાશે અને તમામ આશ્રયસ્થાોનો પર ખાવા-પીવા, રહેવા સહિતની તમામ જરૂરી સુવિઘાઓ ઉભી કરી દેવાય છે. આ આશ્રયસ્થાનોમાં 11,પ00 ઉપરાંત વઘુ 1પ હજાર લોકો રહે શકે તેવી વ્યરવસ્થાનઓ પણ રીર્ઝવ રાખવામાં આવી છે.
આ ઉપરાંત વાવાઝોડાના ખતરાને ઘ્યાવને લઇ તકેદારીના ભાગરૂપે રાજય સરકારે ગીર સોમનાથ જીલ્લાો માટે પાંચ એન.ડી.આર.એફ. ની ટીમો ફાળવી છે. જે ટીમો ગઇ કાલે રાત્રીના જીલ્લાચમથકે આવી પહોંચ્યા બાદ પાંચ પૈકીની વેરાવળમાં ર, સુત્રાપાડામાં 1, કોડીનારમાં 1, ઉનામાં 1 ટીમને તૈનાત કરાશે. વાવાઝોડુ જો ત્રાટકે તો ઓછામાં ઓછી ખુવારી થાય તે માટેના શકય તમામ પગલા સર્તકતાના ભાગરૂપે ગીર સોમનાથ વહીવટી તંત્ર ભરી રહેલ છે. જીલ્લા ના દરીયાકાંઠાના તમામ ગામોમાં તલાટીમંત્રીઓને હાજર રહેવા આદેશ કરાયો છે.
સાવચેતીના ભાગરૂપે તાલુકા તથા ગ્રામ્ય વિસ્તારનાં હોમગાર્ડ તથા સ્વયંસેવકોની યાદી તૈયાર કરી હાથવગી રાખવી જેથી જરૂરીયાતના સમયએ તેમની મદદ લેઇ શકાય તેમજ જીલ્લામથક અને તાલુકા મથકે આવેલ તમામ મોટા હોડીગો ઉતારી લેવા સુચના અપાઇ છે. કોમ્યુનીકેશન ન ખોરવાઇ તે માટે બી.એસ.એન.એલ. ના ફોલ્ટ રીપેરીંગ ટીમને સ્ટેન્ડબાય રાખવા, આરોગ્યની ટીમોને હેડ ક્વાર્ટર ખાતે હાજર રહેવા સુચના આપી છે. આ બેઠકમાં ડીડીઓ રહેવરે, પુરવઠા અઘિકારી શીતલબેન પટેલ, નાયબ કલેકટર ભાવનાબા ઝાલા, એએસપી અમીત વસાવા, કોસ્ટગાર્ડના એ.આર. ભટ્ટ, આરોગ્ય અધિકારી ડો.બી.એલ. આચાર્ય સહિત સબંધિત વિભાગના અઘિકારીઓ હાજર રહયા હતા.
રાજય હવામાન ખાતાની સુચનાથી ગઇ કાલે બપોરે બાર વાગ્યાપથી વેરાવળ બંદર પર બે નંબરનું ભય સુચક સિગ્નીલ ચડાવવામાં આવેલ છે. હાલ વેરાવળના દરીયામાં સામાન્યે કરંટ જોવા મળવાની સાથે દરીયાઇ મોજા સામાન્યસ દોઢથી બે મીટર જેવા ઉછળી રહયાનું જાણવા મળેલ છે.