BJPના સ્ટાર્સ ‘બિગ- બોસ’માં June 12, 2019

  • BJPના સ્ટાર્સ ‘બિગ- બોસ’માં
  • BJPના સ્ટાર્સ ‘બિગ- બોસ’માં

મુંબઇ તા.12
ટીવીનો સૌથી વિવાદીત શો એટલે સલમાનનો બિગ બોસ શો. હવે બિગ બોસ 13ને લઈને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. સાથે જ એવા બધા કંટેસ્ટેંટનુ લિસ્ટ પણ આવી ગયું છે કે જે આ વખતે શોમાં ભાગ લેવાનાં છે. શોમાં એવા લોકોને જ બોલાવવામા આવશે કે જેનાં લીધે ટીઆરપી ઉંચી જાય. આ વખતે ભોજપુરી સ્ટાર રાની ચટર્જીને બોલાવવામાં આવી છે.
રાની ચટર્જી પહેલા કેટલાય બોલિવૂડ સ્ટાર આ શોનો ભાગ બની ચૂક્યાં છે. એમાં મોનાલીસા, મનોજ તિવારી, રવિ કિશન જેવા લોકોનાં નામ સામેલ છે. મનોજ તિવારી અને રવિ કિશન આ દિવસોમાં રાજનીતિમાં સારો પ્રભાવ પાડી રહ્યાં છે.
મનોજ તિવારી બિગ બોસનાં ચોથા સિઝન એટલે કે 2010માં આવ્યાં હતા. ત્યારે તેણે એન્ટરટેન્મેન્ટની કોઈ ખામી નહોતી આવવાં દીધી. ઘરનાં કામોમાં પણ તે સાથ આપતા હતા. અહીંથી ફેમસ થઈને બહાર નીકળેલા મનોજ તિવારીને પોતાની પોપ્યુલારિટી ઘણી કામ આવી હતી. જો કે આ સિઝનમાં શ્વેતા તિવારી જીતી હતી.ભોજપુરી સ્ટાર રવિ કિશન અને હવે ગોરખપુરનાં ભાજપ સાંસદ પણ બિગ બોસનાં પહેલા સિઝનમાં જોવા મળ્યાં હતા. રવિ કિશન વખતે અરશદ વારસીએ શો હોસ્ટ કર્યો હતો.ખબરો મળી રહી છે કે આ વખતે જરીન ખાન, ચંકી પાંડે, વરીના હુસૈન, દેબોલીના ભટ્ટાચાર્ય, અંકિતા લોખંડે સહિત ઘણી હસતીઓ જોવા મળશે. જો કે હજુ ફાઈનલ નામ બહાર નથી આવ્યાં. ઈઈંઉનાં દયાનું પાત્ર નિભાવનાર દયાનંદ શેટ્ટીને પણ આ વખતે એપ્રોચ કરતયો છે.