આજે પાકિસ્તાન સામે ઓસ્ટ્રેલિયા ટકરાશેJune 12, 2019

શ્રીલંકા-બાંગ્લાદેશને પણ વરસાદે ધોયા!
લંડન : વરસાદના લીધે વર્લ્ડકપની 16મી મેચમાં શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચેની મેચ રદ કરવામાં આવી છે. બંને ટીમને 1-1 પોઇન્ટ આપવામાં આવ્યો છે. શ્રીલંકાના 4 મેચમાં 4 પોઇન્ટ છે, જયારે બાંગ્લાદેશના 4 મેચમાં 3 પોઇન્ટ છે. પાકિસ્તાને લખણ ઝળકાવ્યા
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ 2019ની સૌથી મોટી મેચમાંથી એક ભારત અને પાકિસ્તાની મેચ પહેલા પાકિસ્તાન ટીવી ચેનલ પર એક જાહેરાત ટેલિકાસ્ટ કરવામાં આવી રહી છે. જેની અંદર વિંગ કમાંડર અભિનંદનનું ડુપ્લિકેટ કેરેક્ટર દેખાડવામાં આવ્યું છે. પાકિસ્તાનના ઝૈઝ ટીવી દ્વારા જાહેર કરલી 33 સેક્ધડની જાહેરાતમાં એક વ્યક્તિ અભિનંદન જેવી નકલ કરી રહ્યો છે અને તેમના જેવી જ મૂછો રાખી છે. જોકે તેમાં આર્મીના ડ્રેસને બદલે ભારતીય ક્રિકેટ ટીમ જેવી જર્સી પહેરેલી છે. આ જાહેરાતમાં જોઈ શકાય છે કે અભિનંદનનો ડુપ્લિકેટને ભારતીય ટીમની પ્લેઈંગ ઈલેવન વિશે પુછવામાં આવે છે તો જવાબ મળે છે કે, માફ કરશો, હું તમને આ ન જણાવી શકું. બે સવાલ પછી જ્યારે તેને જવા માટે કહેવામાં આવે છે તો તેને રોકવામાં આવે છે અને કહે છે કે એક સેક્ધડ ઊભા રહો, કપ ક્યાં લઈને જઈ રહ્યા છો? આવું કહીને તેના હાથમાંથી કપ લઈ લેવામાં આવે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 16 જૂનના રોજ વર્લ્ડ કપમાં મેચ રમાવા જઈ રહી છે. આ મેચમાં ભારતનો પ્રયત્ન રહેશે કે ચેમ્પિયન ટ્રોફી-2017ની ફાઈનલમાં મળેલી હારનો બદલો લેશે. વર્લ્ડ કપની મેચમાં 1992થી લઈને અત્યાર સુધી ભારત-પાકિસ્તાન વચ્ચે કુલ 6 મેચ રમાઈ છે જે તમામ મેચમાં ભારતનો વિજય થયો છે. ટાઉન્ટન તા.12
મોહંમદ આમિર ઑસ્ટ્રેલિયા સામે આજે ટાઉન્ટન ખાતે રમાનારી પાકિસ્તાની ટીમની વર્લ્ડ કપની મેચમાં ફરી પોતાનો યાદગાર દેખાવ નોંધાવવા માગે છે. સમરસેટ કાઉન્ટીના આ વડા મથકે આમિરે ત્રણ વર્ષ અગાઉ ઈંગ્લેન્ડમાં પ્રથમ કક્ષાની ક્રિકેટમાં પુન:પ્રવેશ કર્યો હતો.
પાકિસ્તાનના ક્રિકેટના ઉગતા સિતારા આમિરની કારકિર્દી 2010માં લોર્ડ્સ ટેસ્ટ મેચમાં અચાનક થંભી પડી હતી કે જ્યારે તે અને તેનો સાથી ફાસ્ટ બોલર મોહંમદ આસિફ તે વેળાના કેપ્ટન સલમાન બટના આદેશથી ઈરાદાપૂર્વક નો-બોલ નાખવાના ભ્રષ્ટાચારમાં એક અખબાર દ્વારા કરવામાં આવેલ સ્ટિંગ ઓપરેશનમાં ઝડપાઈ ગયા હતા. પાકિસ્તાન પાંચ વારના વર્લ્ડ કપ વિજેતા ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પોતાની છેલ્લી 14 મેચમાંથી ફક્ત એક જાન્યુઆરી 2017માં મેલબર્ન ખાતે જીત્યું છે. ઑસ્ટ્રેલિયાનો રવિવારે ભારત સામે 36 રનથી પરાજય થયો હતો અને વર્તમાન વર્લ્ડ કપમાં આ તેની પહેલી નિષ્ફળતા બની હતી. આ પહેલા, ઑસ્ટ્રેલિયાએ અફઘાનિસ્તાન અને વિન્ડિઝ સામેની મેચો જીતી હતી.
સરફરાઝે કહ્યું હતું કે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર બોલ ટેમ્પરિંગના કૌભાંડમાં પોતાની સંડોવણી બદલ તેઓ પર મૂકેલા એક વર્ષના પ્રતિબંધની મુદત પૂરી કરી ટીમમાં પાછા ફરવાથી ઑસ્ટ્રેલિયા ઘણું પ્રબળ બન્યું છે, પણ અમે તેની સામે રમવા તૈયાર છીએ. ઑસ્ટ્રેલિયા ઈચ્છે છે કે વર્તમાન સ્પર્ધામાં બે વ્યક્તિગત અડધી સદી નોંધાવી ચૂકેલ ડાબોડી ઓપનર વોર્નર ફરી તેના ટોચના ફોર્મમાં રમે. તેણે ભારત વિરુદ્ધ 84 બોલમાં 56 રન કર્યા હતા પણ વોર્નર જોડે રન દોડવાની ગેરસમજૂતીમાં ઑસ્ટ્રેલિયાની ટીમના કેપ્ટન અને તેનો સાથી ઓપનિંગ બેટધર એરોન ફિન્ચ રન-આઉટ
થયો હતો.