ફિલ્મી ‘ટાઈગર’ છોડી દિશા ‘અસલી ટાઈગર’ સાથે..!June 12, 2019

  • ફિલ્મી ‘ટાઈગર’ છોડી દિશા  ‘અસલી ટાઈગર’ સાથે..!

મુંબઈ તા,12
બોલિવૂડ હિરોઈન દિશા પટની આમ તો ટાઈગર શ્રોફ સાથે અવાર-નવાર જોવા મળતી હોય. પરંતુ હાલમાં એ કોઈ બીજા શખ્સ સાથે જોવા મળી અને જેનાં કારણે સોશિયલ મીડિયા પર લોકોએ ઉધડો લીધો છે. દિશા શિવસેનાનાં યુવા વિંગના અધ્યક્ષ આદિત્ય ઠાકરે સાથે બહાર નીકળી હતી. અંદાજો લગાવવામાં આવી રહ્યો છે કે તે નેતા સાથે ડિનર પર ગઈ હતી. હવે આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
ટાઈગરનાં ફેન્સે દિશાનાં આ ફોટો પર કોમેન્ટો કરી છે. ટાઈગર જિંદા હે, એક થા ટાઈગર અને ટાઈગર કહા હે જેવી કોમેન્ટો લોકોએ કરી છે. જો ટાઈગરનાં એટલા ફેન્સ હોય તો પછી આદિત્ય ઠાકરેનાં ફેન્સ ક્યાં ઓછા છે. તો આદિત્યનાં એક ફેને એવું લખ્યું છે કે, અસલી ટાઈગર તો આદિત્ય છે ટાઈગર શ્રોફ નહીં. કોઈ એક શખ્સે તો સલાહ આપી દીધી કે, ટાઈગર ક્યાં છે, હું તો પરેશાન છું.આ શખ્સ આગળ લખે છે કે, દિશા જો આ રીતે ટાઈગરને છોડી બીજા સાથે ફરશે તો ટાઈગર ભાઈને ખોટું લાગી જશે. તમે આટલા બધા પુરુષ મિત્રો શા માટે બનાવી રાખ્યા છે. કદાચ ટાઈગર ભાઈ એટલા માટે જ તમારી સાથે રિલેશનમાં રહેવા નથી માંગતા.
જો તેનાં આગામી ફિલ્મો વિશે વાત કરીએ તો હાલમાં જ તે ભારત ફિલ્મમાં જોવા મળી હતી. તેમજ અત્યારે તો તે પોતાનાં ફિલ્મની સક્સેસની મજા માણી રહી છે. તો આ તરફ ટાઈગર ફાઈટર્સ અને બાગી-3 પર કામ કરી રહ્યો છે.