સાઉથની હિરોઇનથી બુમરાહ ક્લિન બોલ્ડ?June 12, 2019

નવી દિલ્હી તા.12
ક્રિકેટ સ્ટાર્સ અને સિનેમા જગતના સંબંધો હંમેશાંથી ચર્ચામાં રહ્યા છે. લિસ્ટ ખૂબ જ લાંબું છે. હવે તેમાં વધુ એક નામ જોડાવા જઈ રહ્યું છે. ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની બોલિંગ પર સારા-સારા બેટ્સમેન પોતાની વિકેટ ગુમાવી દે છે, પરંતુ ચર્ચા એવી છે કે, પ્રેમની પીચ પર જસપ્રીત બુમરાહને કોઈકે ક્લીન બોલ્ડ કરી નાંખ્યો છે. બુમરાહનું નામ સાઉથની એક્ટ્રેસ અનુપમા પરમેસવરનની સાથે જોડવામાં આવી રહ્યું છે.
રિપોર્ટ્સ અનુસાર, જસપ્રીત બુમરાહ અને અનુપમા પરમેસવરન બંને એકબીજાને ડેટ કરી રહ્યા છે. બંનેના સંબંધોના સમાચાર ત્યારથી ચર્ચામાં આવ્યા, જ્યારથી જસપ્રીત બુમરાહે અનુપમા પરમેસવરનને ટ્વિટર પર ફોલો કરવાનું શરૂ કર્યું. ખાસ વાત એ છે કે, જસપ્રીતે હજુ સુધી એકપણ બોલિવુડ એક્ટ્રેસને ફોલો નથી કરી. અનુપમા પરમેસવરને 2015માં મલયાલમ ફિલ્મ પ્રેમમથી ડેબ્યૂ કર્યું હતું. ત્યારબાદ 2016માં તેલુગૂ ફિલ્મમાં ડેબ્યૂ કર્યું, હાલ તે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે ડલકયુર સલમાનના પ્રોડક્શનમાં કામ કરી રહી છે.