મૌકા હી મૌકા રિટર્ન!June 12, 2019

  • મૌકા હી મૌકા રિટર્ન!
  • મૌકા હી મૌકા રિટર્ન!

મુંબઇ તા.12
ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચની રાહ તો દરેક ક્રિકેટ ફેન્સ જોતો હશે. મેચના દિવસે બંને ટીમો વચ્ચે જે જુસ્સો જોવા મળે છે તે તો સૌ કોઈ જાણે જ છે. તેમાં પણ વર્લ્ડકપની વાત આવે ત્યારે મેચનો રોમાંચ બમણો થઈ જાય છે. આ રવિવારે 16 જૂને વર્લ્ડકપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાવાની છે. મેચ માટે ક્રિકેટ ફેન્સનો ક્રેઝ તેના પરથી જ જાણી શકો છે કે 24 કલાકમાં આખુ સ્ટેડિયમ હાઉસફુલ થઈ ગયું હતું. એવામાં બ્રોડકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સે પણ આ મેચનું પ્રમોશન શરૂ કરી દીધું છે.
હાલમાં જ સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા તેના યુ-ટ્યુબ એકાઉન્ટ પર ભારત-પાક. મેચની ‘મૌકા-મૌકા’ એડનો વીડિયો મૂકવામાં આવ્યો છે. જેને ભારતીય યુઝર્સ દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધી વર્લ્ડકપમાં કુલ 6 મેચો રમાઈ છે. તેમાંથી બધી મેચમાં ભારતની જીત થઈ છે. 16મી જૂને ફાધર્સ ડેના દિવસે મેચ હોવાના કારણે પાક. પર કટાક્ષ કરતો આ વીડિયો બનાવાયો છે. વીડિયોમાં પાકિસ્તાની ફેન પોતાના પિતાએ કહેલી વાત યાદ કરતા બાંગ્લાદેશી ફેનને કહે છે કે, ક્યારેય હિંમત ન હારવી જોઈએ અને હંમેશા પ્રયાસ કરતા રહેવું જોઈએ. એવામાં ભારતીય ફેન બાપના રૂપમાં નિશાન સાધતા કહે છે, આવું તેણે ક્યારે કહ્યું. આ બાદ પાકિસ્તાની ફેન સ્પષ્ટતા કરવા જાય છે ત્યારે જ બેકગ્રાઉન્ડમાં ‘મૌકા-મૌકા’ગીત વાગવા લાગે છે. પાછલા વર્લ્ડકપ દરમિયાન પણ ‘મૌકા-મૌકા’ જાહેરાત ખૂબ ચર્ચામાં આવી હતી. લોકોએ તેને ખૂબ પસંદ કરી
હતી. ત્યારે આ વખતની જાહેરાતમાં ફેન્સ તરફથી મિશ્ર પ્રતિસાદ મળી રહ્યો છે.