કાલે ભારત-ન્યૂઝીલેન્ડ V/S વરસાદ!June 12, 2019

શિખરના સ્થાને કોણ ઓપનિંગ કરશે?
ટીમ ઇન્ડિયાના મિશન વર્લ્ડ કપને મોટો ઝટકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકારી ટીમને જીત અપાવનાર પગબ્બરથ તરીકે જાણીતા શિખર ધવન ઘાયલ થવાથી ટીમમાંથી બહાર થઇ ગયો છે. શિખર ધવન ત્રણ સપ્તાહ માટે ટીમમાંથી બહાર થયો છે પરંતુ અંગુઠામાં ફ્રેક્ચરને કારણે લાગી રહ્યું છે કે હવે વર્લ્ડ કપમાં તેમની વાપસી મુશ્કેલ છે. ધવનના બહાર થતા જ સૌથી મોટો સવાલ ઉભો થયો છે ટીમ ઇન્ડિઆની ઓપનિંગનો. ટીમમાં ઓપનિંગ કોણ કરશે અને ચોથા નંબર પર કોણ રમશે. આપને જણાવી કે શિખર ધવન ટીમમાંથી બહાર થયો છે ત્યારે સવાલ ઉભો થયો છે કે ઓપનિંગ કોણ કરશે. જો ટીમનું કોમ્બિનેશન જોઇએ તો કેએલ રાહુલનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. રાહુલ આ પહેલા પણ ઓપનિંગ કરી ચૂક્યા છે. ઈંઙક અને ટેસ્ટ સિરીઝમાં પણ રાહુલે ઓપનિંગ કર્યું છે. આમ, 13 જૂને યોજાનારી ન્યુઝીલેન્ડ વિરુદ્ધ મેચમાં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરવા કેએલ રાહુ ઉતરી શકે છે. હાલ રાહુલ ચોથા નંબરે રમી રહ્યો છે. પરંતુ બીજો મોટો સવાલ એ છે કે જો રાહુલ ઓપનિંગ કરશે તો ચોથા નંબરે કોણ રમશે. હજુ સુધી બંને મેચમાં ભારતે પોતાની ટીમ નથી બદલી.  ઇંગ્લેન્ડમાં બે દિવસથી વરસાદ પડી રહ્યો હોઇ, કાલે પણ નડી શકે
 આછો-પાતળો વરસાદ થશે તો ઓછી ઓવરની મેચ રમાશે
લંડન તા.12
ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે કાલે ટ્રેન્ટ બ્રિજમાં યોજાનારી આઇસીસી ક્રિકેટ વર્લ્ડ કપ મેચ પર વરસાદનું વિઘ્ન મંડરાઇ રહ્યું છે. હવામાન અનુમાન અનુસાર ગુરુવારે બપોર બાદ વરસાદની સંભાવના ઓછી છે અને એવામાં ઓછી ઓવરની મેચ યોજાઇ શકે છે.
ઇંગ્લેન્ડમાં ગત બે દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. અને સ્થાનિય હવામાન વિભાગે લોકોને સાવચેત કર્યા છે. એક સ્થાનીય વેબસાઇટે ઇંગ્લેન્ડના નોટિંઘમ ક્ષેત્રમાં આ સપ્તાહે ભારે વરસાદની ચેતવણી આપી છે. નોટિંઘમના સ્થાનીય હવામાન પૂર્વાનુંમાન મુજબ, બુધવારે સાંજ 7 વાગ્યા સુધીમાં ભારે વરસાદની આશંકા છે. વેબસાઇટ અનુસાર, ગુરુવારે બપોર સુધી સામાન્ય વરસાદ થશે. આ દરમિયાન મહત્તમ તાપમાન 13 અને ન્યુનતમ તાપમાન 10થી 11 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે.
આપને જણાવીએ કે, વર્લ્ડ કપ 2019 ટીમ ઇન્ડિયાએ પોતાના અભિયાનની શાનદાર રીતે શરૂઆત કરી છે. ભારતે પોતાના બંને મુકાબલા જીત્યા છે. વર્લ્ડ કપના પોતાના પહેલી મેચમાં ટીમ ઇન્ડિયાએ દક્ષિણ આફ્રિકાને હરાવી હતી. જ્યારે બીજી મેચમાં પાંચ વારની વર્લ્ડ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને 36 રને હરાવી સતત બીજી જીત મેળવી છે.