ધ્રાંગધ્રાના ભરાડા ગામે અનુ.જાતિના લોકોને પ્લોટનો કબજો સોપવા માંગણીJune 12, 2019

ધ્રાંગધ્રા તા. 12
ધ્રાગધ્રા તાલુકાના ભરાડા ગામે અગાઉ સરકાર દ્વારા અનુસુચિત જાતીના લોકોને પ્લોટની ફાળવણી કરવા તમામ કાયઁવાહી થઇ ચુકી છે જેમા પંચ રોજકામ સહિતની કાયઁવાહી પુણઁ થવા છતા પણ હજુ સુધી લાભાથીઁઓને પ્લોટ મળ્યા નહિ હોવાથી ભરાડા ગામના અનુશુચિત જાતીના તમામ લાભાથીઁઓ દ્વારા જીલ્લા કલેક્ટર સહિત ઉચ્ચ અધિકારીઓને રજુવાત કરી હતી. જેમા ગત વષેઁ ધ્રાગધ્રા તાલુકામા અનેક આથીઁક રીતે પછાત સમાજના લોકોને સરકાર દ્વારા ફ્લોટની ફાળવણી કરાઇ હતી ઘર વિહોણા લોકોને સરકાર દ્વારા જમીન આપતા આ લોકોને છત બનાવવા માટે અડધો આધાર મળી ગયો હોય તેમ કહી શકાય ત્યારે કેટલાક લાભાથીઁઓને પ્લોટની ફાળવણી બાદ લોકસભાની ચુટણી નજદીક આવતા આંચાર સહિતાના લીધે ધ્રાગધ્રા તાલુકાના ભરાડા ગામે પ્લોટના પંચરોજકામ સહિતની કાયઁવાહી પુણઁ થતા આચાર સહિતાના લીધે અધુરી કામગીરી મુકી તમામ અધિકારીઓ ચુટણીની કામગીરીમા લાગી ગયા હતા અનુસુચિત જાતીના લોકોને પ્લોટની અધુરી કામગીરી બાદ ચુટણી પુણઁ થયા બાદ હવે માત્ર આ લાભાથીઁઓને પ્લોટનો કબ્જો સોપવાની કામગીરી બાકી હોય અને અધિકારીઓ ગલ્લા-તલ્લા કરતા વારંવાર રજુવાત છતા હજુ સુધી તમામ લાભાથીઁઓને પ્લોટનો કબ્જો નહિ મળતા તેઓ દ્વારા જીલ્લા કલેક્ટર શ્રીને લેખીત રજુવાત કરી પ્લોટ સોપવાની કામગીરી પુણઁ કરી પ્લોટનો કબ્જો તમામ લાભાથીઁને સોપવા જણાવ્યુ હતુ. આ તરફ જીલ્લા કલેક્ટર દ્વારા તમામ લાભાથીઁઓને ટુંક જ સમયમા પ્લોટની ફાળવણી કરી આપવા જણાવ્યુ હતુ.