જામનગરમાં NDRF“ની સાત ટીમનું હવાઈમાર્ગે આગમનJune 12, 2019

જામનગર તા,12
સંભવિત વાવાઝોડાના પગલે વિશાખાપટ્ટનમથી હવાઈમાર્ગે એનડીઆરએફની સાત ટુકડી જામનગર મંગળવારે રાત્રીના આવી પહોંચી હતી, કાંઠાળ વિસ્તારોના 25 ગામોમાં હાઈએલર્ટ જાહેર કરી લોકોના સ્થળાતરની તજવીજ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. પીજીવસીએલ, જીએમબી, કલેકટર કચેરી અને જામનગર મહાનગરપાલિકા દ્વારા 24 કલાક ક્ધટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. રાહતસામગ્રી, આરોગ્યની સુવિધા માટે પણ તૈયારી કરી છે, કાચા મકાન અને ઝૂંપડામાં રહેતા લોકોને સલામત સ્થળે જવાની સૂચના આપી છે