ભાવનગર જિલ્લામાં વાવાઝોડાની અસરથી વીજ પુરવઠો કરાશે બંધJune 12, 2019

સ્થળાંતર માટે ખાનગી વાહનો ઉપયોગમાં લેવાશે, રાહત, બચાવની કામગીરી માટે સ્ટાફને સ્ટેન્ડ બાય રહેવાના આદેશ ભાવનગર તા. 12
વાયુ નામનું વાવાઝોડું વેરાવળ તરફ સતત આગળ મજબૂત રીતે વધી રહયુ છે.જેના પગલે ભાવનગર જિલ્લા ના ભાવનગર ,તળાજા,ઘોઘા અને મહુવા તાલુકા ના દરિયા કિનારા ના 33 ગામો ને એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. વાવાઝોડા ની અસર અને નુકશાની ને પહોંચી વળવા માટે તંત્ર સજ્જ થઈ ગયુ છે. જે પ્રકારની જ્યાં કામગીરી કરવી પડે તે કામગીરીને પહોંચી વળવા લેશન કરી લેવામાં આવ્યૂ છે. જિલ્લા ના મહુવા ના તેર ગામડાઓને વાવાઝોડું વધુ અસર કરે તેવી માહિતી ના પગલે મહુવામાં એન.ડી.આર એફ ની ટીમ તૈનાત કરવામાં આવી છે.
પવાયુથ ની અસર ને લઈ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ આયોજનની માહિતી આપતા તળાજા આસી.કલેકટર ડો.રાજેન્દ્ર પટેલ એ જણાવ્યું હતું કે ભાવનગર તાલુકાના આઠ ગામડાઓ જેમાં કાળા તળાવ,હાથબ,નર્મદ,કોળિયાક,જશવંતપુર, કોટડા,ખેતા ખતળી, ગણેશ ગઢ. ઘોઘાના કુડા, ઘોઘા,અવણીયા.મહુવા તાલુકાના નીચા કોટડા,દયાળ,કલસાર,નૈપ,નિકોલ,વાઘનગરક્તપર,ખરેડ,ગઢડા,ગુજરડા,દુધેરી,ડોલીયા, પઢીયારકા.તળાજા ના અલંગ, મીઠી વીરડી,સરતાનપર, રેલીયા,ગઢુંલા,ઝાંઝમેર, મેથળા,મધુવન,જુના રાજપરા, તરસરા નેહાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે. આ ગામડાઓ ના લોકોને આવતીકાલ બુધવાર બપોરના સમયે જરૂર જણાયતો સ્થળાંતર કરવામાં આવશે.
જ્યાં સ્થળાંતર ની સ્થિતિ ઉભી થશે અથવા વાહનો ની જ્યાં જરૂર પડે ત્યાં સ્થાનિક વાહનો જેમાં ખાસ ટ્રેકટર, છકડા,જીપ અને જરૂર જણાએ એસ.ટી બસો ને પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવેલ છે. ઉપયોગ માં લેવામાં આવશે. તેમને તમામ સી.એચ.સી, પી.એચ.સી માં દવાનો જથા સાથે સ્ટાફ ને સ્ટેન્ડ બાય રહવાનો આદેશ આપવામાં આવ્યો છે. એ ઉપરાંત વાવાઝોડું ગયા બાદ પણ ક્યાંય ગંદકી ન ફેલાય અને ગંદકી ના કારણે કોઈ રોગચાળો ન ફેલાય તે માટે નું આગોતરું આયોજન કરવામાં આવેલ છે. જે લોકો નું જે ગામ કે મહોલ્લા કે વિસ્તારમાં થી સ્થળાંતર કરવાની નોબત આવે તે વિસ્તાર કાસ કરીને સરકારી શાળાઓ નો ઉપયોગ કરવામાં આવશે.અને તેના માટે વહેલી તકે ફૂડ પેકેટ ની વ્યવસ્થા થાય તે માટે રેશન ડિલરો અને સંબધિત મામલતદાર કચેરીના પુરવઠા વિભાગની એલર્ટ કરી જવાબદારી સોંપવામાં આવી છે.
વાવાઝોડા ના કારણે વૃક્ષ મકાન મોટા બોર્ડ સહિત નું ધરાશાયી થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી.આથી આફત ના સમયે તાત્કાલિક રાહત ની કામગીરી હાથ ધરી શકાય તે માટે જે.સી.બી જેવા સાધનો ને આઇડેન્ટિ ફાય કરવામાં આવ્યા છે. પાણી માં ફસાયેલા લોકો ને સ્થળાંતર કરવામાટે ખાસ ટ્રેકટર જેવા તાકત ધરાવતા વાહનો નો ઉપયોગ કરવામાં આવશે.
વેરાવળ થી દક્ષિણ દિશામાં 500 કિમિ દૂર વાવાઝોડું રાતના નવેક વાગ્યે પહોંચ્યા ના અહેવાલ વચ્ચે વિજતંત્ર કઈ રીતે કામગીરી કરશે તમાં જાણવા મળતી વિગતો મુજબ જ્યાં વિજપોલ થી વિજ.પ્રવાહ આપવામાં આવેછે તેવા વિસ્તારમાં વાવા ઝોડાની વધુ અસર હશે ત્યાં વીજપુરવઠો બંધ કરી દેવામાં આવશે.એ ઉપરાંત જેતે વિસ્તારોમાં ફોલ્ટ ઓફિસો છે ત્યાં સ્ટાફ ને રાખવામાં આવશે.તમામ સ્ટાફ ની રજાઓ કેન્સલ કરવામાં આવી છે. જ્યાં અંડર ગ્રાઉન્ડ વીજ પ્રવાહ સપ્લાય થાય છે ત્યાં વીજ પ્રવાહ બન્ધ કરવાની લગભગ જરૂર નહીં પડે. જરૂરી તમામ સાધનો ઉપલબ્ધ કરવામાં પણ આવ્યા છે. તળાજા ના ઈજનેર જી.બી.પટેલ ના જણાવ્યા પ્રમાણે વીજ તંત્ર ના તમામ વાહનો માં ઇંધન પણ ફૂલ કરી દેવામાં આવ્યૂ છે.