સોમનાથ જિલ્લામાંથી 11500 લોકોનું સ્થળાંતર શરૂJune 12, 2019

જામનગર, તા. 12
અરબી સમુદ્રમાં વાયુ નામનુ વાવાઝોડુ આકાર લઈ રહ્યુ છે અને તે સંભવત: આવતી કાલ રાત સુધીમાં જામનગરનાં દરીયા કિનારે ત્રાટકે તેવી શકયતા છે ત્યારે આ મુસીબતને પહોંચી વળવા જામનગર જીલ્લા વહીવટી તંત્ર દ્વારા તંત્ર સાબદુ કરવામાં આવ્યુ છે જીલ્લાનાં 25 ગામમાં નિચાણવાળા વિસ્તારમાં 13 હજાર લોકોને આવતી કાલથી સ્થળાંતર કરવામાં આવનાર છે. જીલ્લામાં બુધવાર, ગુરૂવાર અને બે દિવસ શાળા કોલેજોમાં બંધ રાખવામાં આવશે લોકોને પણ સાવચેત રાખવા સુચના આપવામાં આવ્યા છે.
જામનગર જીલ્લા કલેકટર રવિ શંકરએ આજે પત્રકાર પરીષદમાં લોક ઉપયોગી માહિતી આપતા જણાવ્યુ કે જામનગર તાલુકાનાં 12, જોડીયા તાલુકાનાં 11 અને લાલપુર તાલુકાનાં બે મળી જીલ્લા 25 ગામના નિચાણવાળા વિસ્તારમાં રહેતા આશરે 13 હજાર લોકોનું આવતી કાલે સ્થળાંતર કરવામાં આવનાર છે. આ ગામોમાં કુલ 79 હજાર લોકોની માનવ વસ્તી વસવાટ કરી છે. તેમની 13 હજાર લોકોને કોમ્યુનીટી હોલ સમજવાડી સ્કુલમાં સ્થળાંતર કરવામાં આવે છે.
જીલ્લામાં તમામ સરકારી વિભાગોની રજા રદ કરી દેવામાં આવી છે માછીમારી માટે દરીયામાં ગયેલી તમામ બોટને પરત બોલાવી લેવામાં આવી છે અને માછીમારોને દરીયામાં નહી જવા સુચનો આપવામાં આવી છે.
સમગ્ર સ્થળાંતર કાર્યવાહી માટે 100 બસનો ઉપયોગ કરવામાં આવશે.
જીલ્લામાં સેવારત રહેલા આપી નેવી એરફોર્સ એસએસબી સહિતનાં વિભાગો સાથે બેઠક યોજવામાં આવી અને તેમને પણ સાબદા રહેવા જણાવાયું છે.
જામનગરની હવાઈ પટી પણ આ તકે ખાસ ઉપયોગી સાબીત થઈ રહે તેમ ખાસ કરીને ભારે વરસાદ વાળા વિસ્તારોમાં ફૂડ પેકેટનું વિતરણ કરવા વધુ ઉપયોગી બની શકે તેમ છે.
એનડીઆરએફની બે ટુકડીનુ આજે રાત્રે હૈદ્રાબાદથી આગમન થશે તેમની સાથે રાહત બચાવ સમગ્ર મળી કુલ 30 ટનનો સામાન રહેશે તેમને અન્ય સાત વાહનો ફાળવવામાં આવશે નેવીના પણ 500 જવાનો તૈનાત રાખવામાં આવ્યા છે. દરીયામાં દૂર દૂર રહેલા કાર્ગો શીપને સલામત સ્થળે ખસી જવા સુધીનાં આપવામાં આવી છે.
જામનગરનાં હાલ એકાંતર પાણી આપવામાં આવે છે પરંતુ વાવાઝોડાને કારણે એક સાથે બે દિવસ પાણી વિતરણ કરવામાં આવશે જેથી પાણીનો સંગ્રહ કરી રાખવા તંત્રએ સુચન કર્યુ છે.
સલામતીનાં કારણોસર વિજ પુરવઠો બંધ કરવાની ફરજ પડે તેવા કિસ્સામાં ટોર્ચ મીણબતી બાકસ હાથ હાથ વગા રાખવા સુચન કર્યુ હતું તેમજ રેડીયો ઉપર સતત સમાચાર સંભાવના રહેવા પણ જણાવ્યુ હતું.
ખાસ કરીને બાળકો માટે દુધના બદલે દુધનો પાવડરનો સ્ટોક કરી રાખવા પણ સુચન કર્યુ હતું. 80 થી 100 કીમી ઝડપે પવન સાથે વરસાદની શકયતા છે. જામનગરનાં જોખમ કારણ હોર્ડિગ પણ દૂર ખસેડવા સુચના આપવામાં આવી છે.
જામનગરનાં બંદર ઉપર હાલ બે નંબરનું સિગ્નલ ચઢાવી દેવામાં આવ્યુ છે. આવતી કાલ બુધવારે બપોર સુધીનાં વાવાઝોડુ જામનગરનાં દરિયા કિનારે ત્રાટકે તેવી શકયતા છે.
જામનગર જીલ્લા કલેકટર દ્વારા તમામ સરકારી વિભાગો સામે બેઠક યોજી છે અને તમામને સાબદા રહેવા સુચના અપાઈ છે.