મોરબી જિલ્લામાંથી 6 હજાર લોકોનું સ્થળાંતર શરુ June 12, 2019

મોરબી તા.12
મોરબીમાં વાયુ ચક્રવાતી વાવાઝોડું અંગે તંત્ર ની તૈયારી અંગેનો જિલ્લા કલેક્ટર દ્વારા તકેદારીના ભાગરૂપે કાર્યાવાહી શરૂ કયું છે.
મોરબી જિલ્લા કલેકટર આર.જે.માકડીયા એ જણાવ્યું હતું કે જિલ્લાના કુલ 348 ગામો પૈકી 39 ગામો અને તેના 5953 નાગરિકો આ વાવાઝોડાના સંભવિત અસરકર્તાઓ હોઈ શકે છે એમ માનીને 48 સ્કૂલો અને 05 અન્ય આશ્રય સ્થાનો જેવા કે કોમ્યુનિટી હોલ અને જ્ઞાતિ-સમાજની વાડીઓ સહિત કુલ 53 આશ્રય સ્થાનો સરકારી તંત્રે અંકે કરી લીધા છે. આવા આશ્રયસ્થાનો પર વીજળીનો પુરવઠો જળવાઈ રહે એ માટે પી.જી.વી.સી.એલ સતર્ક છે. નવલખી પોર્ટ ખાતે સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ પુરી કરી લેવામાં આવી છે. કુલ 160 માછીમારોની બોટ પરત બોલાવી લેવાઈ છે. 4000 માછીમારોને દરિયામાંથી પરત બોલાવી લેવાયા છે.
રાજકોટ ખાતે બપોરે 3 વાગ્યે (નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ) આવશે જેમાંથી એક ટિમ આજે સાંજે 5 વાગ્યા મોરબી ખાતે તેની પોઝિશન સંભળી લીધી હતી અને બાકી રહેતા લોકોને સવારના છ વાગ્યા સુધીમાં સુરક્ષિતજગ્યાએ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.