અમદાવાદ, જામનગર, સુરેન્દ્રનગરના બેરોજગારનો રાજકોટમાં મેળાવડોJune 12, 2019

રાજકોટ આજીડેમ ચોકડી પાસે આવેલ આઇટીઆઇ ખાતે આજે મેગા જોબફેર યોજાયો હતો જેમાં અમદાવાદ, જામનગર, સુરેન્દ્રનગર અને સૌરાષ્ટ્રભમાંથી 4000 જેટલા બેરોજગારો ઉમટી પડયા હતા જેમાં 62 કંપનીઓએ ઉમેદવારોના ઉન્ટરવ્યું લીધા હતા રોજગાર કચેરી દ્વારા બેરોજગારો માટે મંડપની વ્યવસ્થા કરવામાં આવી હતી છતા પણ બેરોજગારોનો પ્રવાહ વધતા રોજગાર કચેરી દ્વારા નાખવામાં આવેલા મંડપ પણ ઘટયા હતા અને બેરોજગારોને નોકરી મેળવવા તડકામાં ભઠ્ઠાાશેક કરવો પડયો હતો. દૂર દૂર જિલ્લામાંથી આવેલા બેરોજગારોને રોજગાર કચેરી દ્વારા આવન જાવન માટે ભાડાની અને  નાસ્તન માટે નમકીનના પેકેટની વ્યવસ્થા કરવામાં આવી હતી. 43 ડિગ્રીમાં પણ બેરોજગારો નોકરી મેળવવા માટે ઉમટી પડયા હતા. રાજયમાં બેરોજગારીનો આંકડો દિવસે-દિવસે વધતો જાય છે જે અમદાવાદ, જામનગર અને સુરેન્દ્રનગર જિલ્લામાંથી રોજગારી મેળવવા આવેલા ઉમેદવારોના આંકડા ઉપરથી ફલીત થાય છે.