અમરેલી જિલ્લામાં એનડીઆરએફની ચાર અને સૈન્યની છ ટીમ તહેનાતJune 12, 2019

અમરેલી, તા. 12
વાયુ વાવાઝોડાના આગમનનાં પગલે અમરેલી જીલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવેલ છે કલેકટર દ્વારા તમામ અધિકારીઓની ઈમરજન્સી બેઠક બોલાવી વાવાઝોડા સામે તમામ સતર્કતાના પગલા ભરવા કડકની તાકિદ કરવામાં આવેલ હતી તમામ અધિકારીઓ કર્મચારીઓની રદ કરી ફરજ પર હાજર થવા તાકીદ કરી છે. દરીયા કિનારાના રાજુલા જાફરાબાદ તાલુકાનાં 23 જેટલા ગામોને હાઈએલર્ટ કરી જાફરાબાદ બંદરે એક નંબરનાં સીગ્નલ સાથે માછીમારોને તાકિદ ક્રવામાં આવતા તમામ માછીમારોએ પોતાની બોટો કાંઠે લાંગરી દીધેલ હતી. પ્રાપ્ત વિગત મુજબ સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહેલ વાયુ વાવાઝોડાથી જીલ્લા વહીવટી તંત્ર એલર્ટ થયેલ છે. વાવાઝોડાના પગલે કલેકટર દ્વારા તમામ વિભાગોને કોઈ અનિચ્છનીય ઘટના ન ઘટે તે અંગે આજથી જ વહીવટી તંત્રને સજજ થઈ જવા હુકમો કરી દેવામાં આવેલ છે. કલેકટર આયુષ એકના અધ્યક્ષ સ્થાને યોજાયેલ પ્રેસ કોન્ફરસમાં જણાવેલ હતું કે દરીયાકાંઠાના જાફરાબાદ તાલુકાના 11 અને રાજુલા તાલુકાનાં 12 સહિત 23 ગામોને હાઈ એલર્ટ કરવામાં આવેલ છે વાવાઝોડાના પગલે જાફરાબાદ બંદરે 1 નંબરનું સીંગ્નલ જારી કરવામાં આવેલ છે અને દરીયામાં માછીમારી કરતાં માછીમારોને તાકીદ કરવામાં આવતા તમામ માછીમારો બોટ સાથે પરત ફરેલ છે. જાફરાબાદ કાંઠે 700 થી 800 જેટલી બોટોના થપ્પા લાગી ગયેલ છે. 120 થીર 135 કીમી ઝડપે પવન ફૂંકાવાની સંભાવના સાથે તંત્ર દ્વારા એનડીઆરએફની 4 ટીમ આર્મીની 6 ટીમો તૈનાત રાખવામાં આવેલ છે. તેમજ અસરગ્રસ્ત 19 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરવાની સંભાવન્ય સાથે 60 જેટલી એસટી બસો સ્ડેન્ડ બાય રાખવામાં આવેલ છે. જીલ્લા વહીવટી તંત્ર દ્વારા એસએમએસ મારફત ચાર લાખ જેટલા લોકોને વાકેફ કરવામાં આવેલ છે. જીલ્લાની તમામ સ્કુલ કોલેજોમાં સરકારનાં આદેશ મુજબ તા.12 અને 13 ના રોજ રજા જાહેર કરવામાં આવેલ છે. જાહેર જનતાએ ફાનસ ટોર્ચ ખાવાની વસ્તુ રેડીયો કપડા હાથવગા રાખવા તેમજ ખોટી અફવા ન ફેલાવી મુશ્કેલીમાં વહીવટી તંત્રનો સંપર્ક કરવો. જીલ્લાનાં સંબંધીત તાલુકાના મામલતદાર પ્રાંત અધિકારીનો સંપર્ક કરવા જણાવવામાં આવેલ હતું. તેમજ અમરેલી જીલ્લા ડિઝાસ્ટર મેનેજર નં.02792-230735 તેમજ 94295 85891/83194 60485 નો સંપર્ક કરવો.