જામનગરમાં આરટીઈનો બીજો રાઉન્ડ જાહેર કરવાની માગ એનએસયુઆઈએ ડીઈઓને આવેદન પાઠવ્યુંJune 12, 2019

  • જામનગરમાં આરટીઈનો બીજો રાઉન્ડ જાહેર કરવાની માગ એનએસયુઆઈએ ડીઈઓને આવેદન પાઠવ્યું

જામનગર તા,12
જામનગરમાં શૈક્ષણિક સત્રનો પ્રારંભ થવા છતાં આરટીઇનો બીજો રાઉન્ડ જાહેર ન થતાં વાલીઓ ભારે પરેશાનીનો સામનો કરી રહ્યા છે. વહેલીતકે આરટીઇની બીજી પ્રવેશ યાદી જાહેર કરવા એનએસયુઆઇ અને શહેર યુવક કોંગ્રેસે જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવ્યું હતું. શૈક્ષણિક વર્ષ 2019-20ના આરટીઇનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો છે.જે બાળકોને પ્રથમ રાઉન્ડમાં પ્રવેશ ન મળ્યો હોય તેઓને બીજા રાઉન્ડની રાહ જુઓ નો મેસેજ આવ્યો હતો.પરંતુ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હોવા છતાં આરટીઇનો બીજો રાઉન્ડ જાહેર કરવામાં આવ્યો નથી.જેના કારણે બીજા રાઉન્ડની રાહ જોવી કે અન્ય શાળામાં બાળકોનો પ્રવેશ મેળવવો તે અંગે વાલીઓ ભારે અસમંજસની સાથે પરેશાનીનો સામનો કરી રહ્યા છે.આથી આટીઇનો બીજો રાઉન્ડ જાહેર કરવા માંગણી કરી છે.