પાલીતાણાના અનીડાની હત્યાના કેસમાં બે શખ્સને આજીવન કેદJune 12, 2019

  • પાલીતાણાના અનીડાની હત્યાના કેસમાં બે શખ્સને આજીવન કેદ

ભાવનગર,તા.11
પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.4/8/2016નાં સાંજના 6 કલાકના સુમારે આ કામના આરોપીઓ (1) વાઘેલા ચકુભાઈ રામજીભાઈ (ઉ.વ.25), (રહે. આંબલા), માથાસુળીયા રમેશભાઈ કરમશીભાઈ (ઉ.વ.35), (રહે. બજુડ), રાજુભાઈ વાઘેલા (રહે. કુંભણ), દુકાનદાર બાબુભાઈ પરમાર (રહે. કુંભણ) નામના વેપારીને કોસ્મેટીકમાં વપરાતા કોલા બોટલ નંગ - 5 વેચાણથી લઈ પાલીતાણા નજીકના અનીડા (કુંભણ) ગામેથી નીકળ્યાં હતાં જયાં દામજીભાઈ બચુભાઈ (રહે. આંબલાવાળા) સામે મળતા દામજીભાઈ તથા રાજુભાઈ વાઘેલા સાથે મળી કોસ્મેટીકમાં વપરાતા કોલા પીધેલા આ વખતે દામજીભાઈ બચુભાઈની પાસે રૂા.120 આરોપીઓ ચકુભાઈ વાઘેલા અને રમેશભાઈ માથાસુળીયાએ માંગતા દામજીભાઈએ પૈસા નહિ આપતા આરોપીઓ ચકુભાઈ વાઘેલા અને રમેશભાઈ માથાસુળીયાએ દામજીભાઈ બચુભાઈને મારતાં હતાં ત્યારે રાજુભાઈ વાઘેલા વચ્ચે પડતા ઉકત આરોપીઓ ચકુભાઈ રામજીભાઈ મારવા દોડતા સાહેદ રાજુભાઈ ઘટના સ્થળેથી જતો રહ્યા હતા. બાદ ચકુભાઈ અને રમેશભાઈને છાતીના ભાગે માર મારી રમેશ માથાસુળીયાએ દામજીભાઈ બચુભાઈની છાતી ઉપર બેસી ગયા હતાં ચકુભાઈ વાઘેલાએ દામજી બચુને હાથપડે ગળાપચી આપી મારી હત્યા કરી હતી.
આ અંગેનો કેસ આજરોજ મંગળવારે ભાવનગરના બીજા એડીશ્નલ સેસન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે 302 મુજબનો ગુનો સાબિત માની બંન્ને આરોપીઓને તકસીરવાન ઠરાવી આજીવન કેદની સજા અને રોકડા રૂા.10 હજારનો દંડ અદાલતે ફટકાર્યો હતો.