સુરેન્દ્રનગરમાં વ્યાજખોરોના ત્રાસથી વેપારીનો આત્મહત્યાનો પ્રયાસJune 12, 2019

વઢવાણ, તા. 12
વ્યાજખોરોના ત્રાસથી કંટાળી યુવાને એક સાથે 20 ગોળીઓ ખાઈ લીધી હતી આ યુવાને ધંધામાં ખોટ જતા 65 લાખ રૂપીયા 3 ટકાના વ્યાજે લીધા હતાં.સુરેન્દ્રનગર રાજગૃહી ટાવર ફલેટ નં.303 80 ફૂટના રોડ ઉપર રહેતા 44 વર્ષીય કેકુલભાઈ કનૈયાલાલ બારભાયા કાલા કપાસની દલાલીનો ધંધો કરે છે. પરંતુ આ ધંધામાં ખોટ જતા કેકુલભાઈએ અમદાવાદના સમીર વોરા શરદભાઈ શાહ પાળીયાદના કેતનભાઈ પ્રજાપતી જોરાવરનગરના વિજયભાઈ અને સુરેન્દ્રનગરના કાન્તીભાઈ પાસેથી 3 ટકાના વ્યાજથી કુલ 65 લાખ રૂપીયા લીધા હતાં
તેની કડક ઉઘરાણી થતા કંટાળી જઈ કેકુલભાઈએ એક સાથે 20 ગોળીઓ ખાઈ લેતા સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પીટલમાં દાખલ થતા ડો.સમીરદાન ગઢવીએ સુરેન્દ્રનગર બી. ડીવી. મથકે જાણ કરતા આ યુવકે અલ્પાઝોલન તેમજ બીજી 20 ગોળીઓ એક સાથે લઈ લીધાનું જણાવ્યુ હતું.
આ યુવકે અમદાવાદ કૃષ્ણનગરમા રહેતા સમીરભાઈ કિરીટભાઈ વોરા પાસેથી રૂા.4 લાખ દોઢ ટકાના વ્યાજે લીધા હતાં. બોટાદ જીલ્લાના પાળીયાદ ગામના કેતનભાઈ રમેશભાઈ પ્રજાપતી પાસેથી 15 થી 20 લાખ દોઢ ટકાના દરે જોરાવરનગરમાં રહેતા વિજયભાઈ ઘનશ્યામભાઈ પરમાર રૂા.6 લાખ દોઢ ટકાના દરે સુરેન્દ્રનગરના કાન્તીભાઈ પંજવાણી પાસેથી 15 લાખ 3 ટકાના દરે લીધા હોવાનું પોલીસને જણાવ્યુ હતું.
નાસતો ફરતો આરોપી ઝડપાયો
લખતરના લરખડીયા વિસ્તારમાંથી પોલીસના દરોડા દરમ્યાન આરોપી ભરત બચુભાઈ નાસી છુટેલ હતો જે સોમવારે લખતર પોલીસમાં હાજર થઈ ગયો હતો દરોડામાં પોલીસને 1 લીટર દેશી મળ્યો હતો.