‘વાયુ’ વેગે ફંગોળાયેલા ચીનનાં 10 જહાજો ભારતનાં આશ્રયેJune 12, 2019

નવી દિલ્હી તા.12
ચક્રવાતી વાવાઝોડા વાયુનો સામનો કરવા ભારતે તમામ તૈયારીઓ કરી લીધી છે ત્યારે ચીનના 10 જહાંજોએ ભારતનું શરણ લેવું પડ્યું છે. આ જહાજોને મહારાષ્ટ્રના રત્નાગિરી પોર્ટ પર શરણ આપવામાં આવ્યું છે. ભારતીય તરરક્ષક મહાનિરીક્ષક કેઆર સુરેશે જણાવ્યું હતું કે, ભારતીય તટરક્ષક દળે ચીનને સુરક્ષા ઘેરામં રહેવાની શરતે આશ્રય આપ્યો છે.
એક તરફ ભારત વાયુ ચક્રવાત સામે બાથ ભીડવા સજ્જ બન્યું છે ત્યાં વારંવાર આંખ દેખાડતા ચીને ભારતના શરણમાં આવવા મજબુર થવું પડ્યું છે. ચીન તેના 10
જેટલા મોટા જહાંજોને ભારતના દરિયાકાંઠે આશ્રય લેવા મજબુર બન્યું છે. ભારતે પણ ચીનના આ જહાજોને મહારાષ્ટ્રના રત્નાગિરી બંદરે આશ્રય આપ્યો છે.