મેઇડ ઇન ઇન્ડિયા ટ્રેન દોડશે ઓસ્ટ્રેલિયામાંJune 12, 2019

નવી દિલ્હી તા.12
2014માં પહેલીવાર બહુમતિથી સત્તામાં આવેલી મોદી સરકારે ભારતમાં વિદેશી રોકાણ વધારવાના હેતુથી મેક ઈન ઈન્ડિયા નામની નીતિ બનાવી હતી. જેને અંતર્ગત દુનિયાના અનેક દેશો ભારતમાં રોકાણ કરીને ઉપ્તાદન કરે છે. ભારતમાં પણ આ નીતિના કારણે સમારાત્મક પરિવર્તન નોંધાયું છે. જેની અસર જોવા મળી રહી છે.
રેલવે મંત્રી પિયુષ ગોયલે દાવો કર્યો છે કે, કેન્દ્ર સરકારનો ડ્રીમ પ્રોજેક્ટ મેક ઈન ઈન્ડિયા સતત સફળતાના નવા શિખર સર કરી રહ્યો છે. પિયુષ ગોયલે મંગળવારે એક વીડિયો ટ્વીટ કરીને લખ્યું કે મેક ઈન ઈન્ડિયાની વધુ એક સફળતા. હવે ઓસ્ટ્રેલિયાના સીડનીમાં ભારતમાં બનેલી અત્યાધુનિક મેટ્રો દોડશે. મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરાયેલા મેક ઈન ઈન્ડિયા અભિયાનથી દેશ ટેક્નોલોજીની દુનિયામાં ઊભરતો સિતારો બની રહ્યો છે.
કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ દ્વારા ટ્વીટ કરાયેલા વીડિયોમાં કહેવાયું છે કે ટેક્નોલોજીની દુનિયામાં ભારત ઊભરતા દેશ તરીકે સામે આવી

રહ્યોછે. દેશી અને વિદેશી કંપનીઓ દ્વારા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે નમેક ઈન ઈન્ડિયાથ અભિયાનની શરૂઆત કરવામાં આવી. હવે ભારતમાં બનેલા રેલવે કોચ ઓસ્ટ્રેલિયાની સીડની મેટ્રો લાઈન પર ચાલશે. સીડનીમાં પહેલીવાર ડ્રાઈવર લેસ મેટ્રો લાઈન ખુલી છે. જેમાં 6 કોચવાળી 22 એલ્સટોમ ટ્રેનો દ્વારા સેવા અપાશે. આ મેટ્રો નોર્થ વેસ્ટ રેલ લિંકમાં તલ્લાવાંગ સ્ટેશનથી ચેટ્સવુડ સ્ટેશન વચ્ચે કુલ 13 સ્ટેશનો કવર કરશે.
સીડની મેટ્રો માટે આ 22 ટ્રેનો ભારતીય કંપની એલ્સટોમ એસએ દ્વારા પુરી પાડવામાં આવી છે. આ ટ્રેનોને આંધ્ર પ્રદેશના શ્રી સિટીમાં એસેમ્બલ કરવામાં આવી છે. આ ટ્રેનો સંપૂર્ણ રીતે સ્વચાલિત છે અને તેમાં એલઈડી લાઈટ, ઈમરજન્સી ઈન્ટરકોમ, સીસીટીવી કેમેરા જેવી સુવિધાઓ છે. કંપનીએ 15 વર્ષ માટે ડિપો ચલાવવા માટે અને સિગ્નલિંગ સિસ્ટમની દેખરેખ માટે સીડની મેટ્રો સાથે કરાર કર્યો છે.