આજે 5 વર્ષનો રોડ મેપ જાહેર કરશે મોદીJune 12, 2019

  • આજે 5 વર્ષનો રોડ મેપ જાહેર કરશે મોદી

નવી દિલ્હી તા.12
લોકસભા ચૂંટણી પુરી થઈ ચૂકી છે. જબરદસ્ત જીત મેળવ્યા બાદ નરેન્દ્ર મોદી તેમની કેબિનેટ સાથે ફરી પ્રધાનમંત્રી પદના શપથ પણ લઈ ચૂક્યા છે. હવે વારો છે. મંત્રી પરિષદની બેઠકની, નવા મંત્રી પરિષદની પહેલી બેઠક આજે મળશે. આશા છેકે, બેઠકમાં પીએમ મોદી તેમની સરકારનો રોડમેપ પણ રજૂ કરી શકે છે. આ બેઠક પહેલાં જ બુધવારે કેન્દ્રીય મંત્રીમંડળની બેઠક પણ મળશે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી મુજબ પ્રધાનમંત્રી મોદી મંત્રાલયોને ચલાવવા માટે રાજ્ય મંત્રીઓની ભૂમિકા સ્પષ્ટ કરી શકે છે. સાથે જ કેબિનેટ મંત્રીઓને તેમના સહાયકોને પર્યાપ્ત કાર્યભાર સોંપવાનો નિર્દેશ પણ કરી શકે છે. આ દરમ્યાન આગામી પાંચ વર્ષ માટે કાર્ય યોજનાઓ ઉપર ચર્ચા થવાની સંભાવના છે. સૂત્રો મુજબ પ્રધાનમંત્રી આ મુદ્દે મંત્રીઓને સંબોધિત કરી શકે છે.
મોદી સરકારની પાછલા કાર્યકાળમાં મંત્રી પરિષદની બેઠક નિયમિત રૂપથી થતી હતી. આ બેઠકોમાં પ્રધાનમંત્રી સરકારની કલ્યાણકારી યોજનાઓ અને તેના વિશે જનતાને કેવી રીતે જાગૃત કરી શકાય, તે મંત્રીઓને જણાવતા હતા. તેના સિવાય તેઓ અહમ મંત્રાલયોના પ્રદર્શનની સમીક્ષા પણ કરતા હતા. આવતા સપ્તાહથી

સંસદનું સત્ર શરૂ થવાનું છે. આ કારણે રાજ્ય મંત્રીઓની ભૂમિકા મહત્વપૂર્ણ રહેશે. કારણકે મંત્રાલયોને સદનમાં રાખવામાં આવતા સવાલોના જવાબો આપવા પડશે. જોકે, કેબિનેટ મંત્રી સામાન્ય રીતે મૌખિક જવાબ આપી શકાય એવાં જ સવાલોના જવાબ આપે છે.
ઉલ્લેખનીય છેકે, મંત્રિમંડળની પહેલી બેઠકમાં મોદી સરકારે બધા જ ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન યોજના હેઠળ લાવવા માટે તેના વિસ્તારને મંજૂરી આપી દીધી હતી. આ યોજના હેઠળ ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાયતા આપવાની જાહેરાત કરી છે.