કયામત સામે કવાયતJune 12, 2019

12 કલાકમાં વાવાઝોડું વધુ ‘શક્તિશાળી’ બનશે
સૌરાષ્ટ્ર કચ્છ પર ઝળુબી રહેલુ વાયુ વાવાઝોડુ હવે વેરાવળથી 650 કિલોમીટર દુર છે અને કલાક ના નવ કિમીની ગતીથી આગળ વધી રહ્યું છે જે આવતા 12 કલાકમાં ભારે સાયક્લોનિક સ્ટોર્મમાં ફેરવાય તેવી શકયતા છે એવા સંજોગોમાં 12થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પાંચથી સાત ઈંચ વરસાદ ખાબકી જાય તેવી પણ શકયતા છે.અરબી સમુદ્ર માં સર્જાયેલ ડીપ ડીપ્રેશન હવે ચક્રવાત માં ફેરવાયું છે આ વાવાઝોડું ગોવા થી 340કિમી પશ્ચિમ ઉત્તર પશ્ચિમ દિશામાં, મુંબઈ થી 490 કિમી ઉતર ઉતર પશ્ચિમ દિશામાં તથા વેરાવળ થી ઉતરે 630 કિમી દુર છે અને કલાકના નવ કિમીની ગતી થી આગળ વધી રહ્યું છે જે આવતા 12 કલાકમાં ભારે સાયક્લોનિક સ્ટોર્મ માં ફેરવાય તેવી શકયતા છે જેના -પગલે કેટલાક સ્થળો એ ભારે પવન ની સાથે સાથે વ્યાપક વરસાદની પણ શકયતા છે ખાસ કરીને આ વાવાઝોડાની અસર વેરાવળ, પોરબંદર, દ્વારકા, દીવ, સોમનાથ, કચ્છ, ભાવનગર, અમરેલી, રાજકોટ સહિત અન્ય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને અસર થશે. એટલું જ નહીં આગામી બે દિવસમાં પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવમાં 110 થી 135 કિમીની ઝડપે પવન ફૂંકાવાની હવામાન વિભાગે આશંકા વ્યકત કરી છે. અને હાલ વાવાઝોડાની  દિશા અને ગતી જોતા સૌપ્રથમ વાવાઝોડું પોરબંદર અને મહુવા સાથે ટકરાય તેવી શકયતા પણ વ્યક્ત કરવામાં આવી છે. ડિપ્રેશનમાંથી આ સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયેલી હોઇ જે કાંઠે ટકરાય ત્યાં ભારે તોફન આવે તેવી પૂરેપૂરી શકયતા રહેલી છે. જેને કારણે 12 થી 14 જૂન વચ્ચે સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં થોડા કલાકોમાં જ પાંચથી સાત ઈંચ વરસાદ ખાબકી જાય તેવી પણ શકયતા છે.પોરબંદર, મહુવા, વેરાવળ અને દીવમાં 110થી 135કિમીની ઝડપે પવન ફ્ૂંકાવાની હવામાન વિભાગે આશંકા વ્યકત કરી છે.  ગુજરાતની સરહદથી સાડા પાંચસો કિલોમીટર દૂર ‘વાયુ’ વાવાઝોડું આવે છે
 સુરેન્દ્રનગર સિવાયના સૌરાષ્ટ્ર અને કચ્છને આ વાવાઝોડું અસર કરશે
 13 તારીખે સવારે 5:00 વાગ્યે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તે પહોંચશે
 10 જિલ્લાના 408 ગામના 60 લાખ લોકોને અસર પહોંચશે
 સંભવિત ખતરાને લઇ સુરક્ષાનો મુશ્કેટાટ બંદોબસ્ત ગોઠવાયો
 165 કિલોમીટરની ઝડપે સૌરાષ્ટ્રને
અસર કરશે
 લાઈટના થાંભલા કાચા મકાનોને સીધી અસર થશે ગાંધીનગર તા,12
રાજ્યમાં ચાલી રહેલા વાવઝોડાના સંકટને કારણે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલની અધ્યક્ષસ્થાને સુરક્ષા વ્યવસ્થાને લઇને મહત્વની બેઠક મળી હતી. ત્યાર બાદ નાયબ મખ્યમંત્રી નીતિન પટેલે પ્રેસ કોન્ફરન્સ યોજી રાજ્યના લોકોને મહત્વની માહિતી આપી હતી. આ બેઠકમાં ગુજરાત સરકારના તમામ વિભાગો દ્વારા આગોતરૂ આયોજન અને બચાવ કામગીરી રાહત કામગીરી અંગે ચર્ચા કરવામાં આવી છે. નાયબ મખ્યમંત્રી નીતિન પટેલે રાજ્યમાં આવનારા સંકટને પગલે ગુજરાતમાં વાવાઝોડાને અસર કરતા તમામ જિલ્લાઓના લોકોને અમૂક પ્રકારના સૂચનો પણ આપ્યા હતા. નીતિનભાઈએ જણાવ્યું હતું કે અસરગ્રસ્ત વિસ્તારના 10 જિલ્લાઓમાંથી દરિયા કિનારાના વિસ્તારો કાચા મકાનમાં રહેતા લોકો ઝુપડપટ્ટી મારા તાલુકો 2.91 લાખ નાગરિકોને સલામત સ્થળે ખસેડવામાં આવશે.
સરકારી કે જાહેર બિલ્ડિંગો ધાર્મિક સંસ્થાઓના પાકા મકાનો માં સલામત સ્થળે ખસેડવામાં આવશે. વાવાઝોડું આવે ત્યારે કોઈ જાનહાનિ કે નુકસાન ન થાય તે માટે આરોગ્ય વિભાગ વાહન વ્યવહાર વિભાગ પોલીસ તંત્ર અને ખાસ કરીને એનડીઆરએફની ટીમો આર્મીની કિંમત અને બીએસએફની ટીમોને આવે કામે લગાડી છે. ગુજરાત પોલીસની એસ.ટી.આર.એફ ની 10ટીમોને ખાસ તાલીમ આપવામાં આવી હતી ટીમો પણ તૈયાર કરશે. આર્મીની 11 ટીમો કાર્યરત રહેશે અને 27

ટીમોને રિઝર્વ રાખવામાં આવી છે. નાગરિકોના જાનમાલની સંપૂર્ણ સલામતી થાય તે પ્રકારની રાજ્ય સરકાર દ્વારા ગોઠવવામાં આવી છે. વૃક્ષો પડી જવાથી માર્ગ બોલ્ક થાય ત્યારે 100 જેટલા જે.સી..બીઓ રાખવામાં આવ્યા છે. લાઈટના થાંભલા પડી જાય તો નવા થાંભલાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જીઈબી તરફથી પણ પૂરી ટીમ અને વ્યવસ્થા કરવામાં આવી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં કેબીનેટ મંત્રીઓ અને મંત્રીઓ અને અધિકારીઓ ચાર દિવસ રોકાવા માટે આ વિસ્તારોમાં જશે. મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ ગાંધીનગર કંટ્રોલરૂમ સતત સંપર્કમાં રહીને જ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નિર્ણય લેશે.