'વાયુ'ની અસર: દીવ અને ઉનામાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ, વિદ્યાનગરમાં મકાન ધ્વસ્ત થયુંJune 12, 2019

  • 'વાયુ'ની અસર: દીવ અને ઉનામાં તોફાની પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ, વિદ્યાનગરમાં મકાન ધ્વસ્ત થયું

  • પોરબંદર, વેરાવળ અને દીવના દરિયો ગાંડોતૂર બન્યો,સ ઉંચા મોજા ઉછળ્યા
  • ઉનાના સૈયદરાજપરાનો દરિયો ગાંડોતૂર બનતા એનડીઆરએફની ટીમ ત્યાં પહોંચી
દીવ: વાયુ વાવાઝોડુ આજે રાત્રે કે કાલે સવારે સૌરાષ્ટ્રના દરિયાકાંઠે દસ્તક દેશે. ત્યારે વાવાઝોડાને લઇને દીવમાં ધીમા ધારે વરસાદ શરૂ થઇ ગયો છે. દીવમાં સવારથી જ કાળા ડિબાંગ વાદળો જોવા મળ્યા હતા. કડાકા ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડતા લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. તેમજ ઉનામાં પણ વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થઇ ગયો છે. ભારે પવન સાથે વરસાદ શરૂ થતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે. તેમજ ધૂળની ડમરીઓ ઉડી રહી છે. ઉના વિદ્યાનગરમાં વરસાદ પડતા મકાન ધ્વસ્ત થયું
ઉનાના વિદ્યાનગરમાં પ્રથમ વરસાદની શરૂઆતમાં જ એક મકાન ધ્વસ્ત થયું છે. જો કે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. દીવનો દરિયામાં કરંટ જોવા મળ્યો
વૌયુ વાવાઝોડુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાથી દરિયામાં 300 જેટલું કિલોમીટર દૂર છે. ત્યારે તેની અસર દીવના દરિયામાં જોવા મળી રહી છે. દીવના દરિયામાં આજે વહેલી સવારથી જ કરંટ જોવા મળ્યો છે અને ઉચા મોજા ઉછળી રહ્યા છે. દીવનો દરિયો વાવાઝોડાને લઇને ગાંડોતૂર બન્યો છે. પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ
દીવના દરિયાની જેમ પોરબંદર અને વેરાવળના દરિયામાં પણ કરંટ જોવા મળી રહ્યો છે. પોરબંદરના દરિયામાં ગઇકાલથી કરંટ જોવા મળી રહ્યો છે. જ્યારે વેરાવળના દરિયામાં સવારથી જ ઉચા મોજા ઉછળી રહ્યા છે. દરિયામાં મોજા ઉછળવાને કારણે તંત્ર પણ પૂરજોશમાં વાયુ વાવાઝોડાનો સામનો કરવા સજ્જ બન્યું છે. જાફરાબાદમાં ધીમી ધારે વરસાદ શરૂ
અમરેલીના જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. આકાશમાં કાળા ડીબાંગ વાદળો જોવા મળ્યાં હતા અને વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થઈ ગયો હતો. ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ છવાયો
ગીર સોમનાથમાં પણ વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. કોડીનારમાં ધીમી ધારે વરસાદ શરૂ થતાં ઠંડક પ્રસરી ગઈ હતી. આ સાથે જ ધીમી ગતીએ પવન ફુકાવાની શરૂઆત પણ થઈ ગઈ હતી.