વાયુ નામનું ભયંકર વાવાઝોડુ ભાવનગરથી પોરબંદર વચ્ચેના દરિયાકાંઠે 125થી 135 કિલોમીટરની ગતિથી પવન ફુંકાવા સાથે ત્રાટકે તેવી સંભાવના છે. June 12, 2019


ગુજરાતની ભૌગોલિક પરિસ્થિતી પર નજર કરીએ તો, રાજ્ય પાસે 1600 કિલોમીટર લાંબો દરિયાકાંઠો છે. અરબી સમુદ્રના કિનારે આવેલા ગુજરાતના લગભગ 10 જિલ્લા સમુદ્રને કિનારે આવેલા છે. જેમાં ભરુચ, સુરત, નવસારી અને વલસાડ જેવા જિલ્લા દક્ષિણ ભાગમાં આવેલા છે.
જ્યારે ભાવનગર, અમરેલી, પોરબંદર, જૂનાગઢ, જામનગર અને કચ્છ જેવા જિલ્લાઓ સૌરાષ્ટ્રના દરિયાકાંઠે સ્થિત છે. હાલમાં હવામાન વભાગની આગાહી છે કે, વાયુ નામનુ વાવાઝોડુ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠે ત્રાટકશે એટલે કે, તેની અસર છ જિલ્લાઓમાં જોવા મળશે.
આ વાવાઝોડું 125થી 135 કિલોમીટરની ગતિથી પવન ફુંકાવા સાથે થશે. હાલમાં સૌરાષ્ટ્રના પાંચ અને કચ્છ સાથે છ જિલ્લામાં રાહત અને બચાવ કામગીરી માટેની તૈયારીઓ શરુ કરી દેવાઈ છે. પરંતુ, આખા રાજ્યમાં વરસાદ વરસશે તેવી આગાહી વચ્ચે સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વરસાદ શરુ થયો છે. સૌરાષ્ટ્રમાં એનડીઆરએફની 35 ટીમો તૈનાત
જિલ્લો એનડીઆરએફ
દીવ 3
રાજકોટ 4
વડોદરા 2
મોરબી 02
જામનગર 02
ગાંધીનગર 1
દ્વારકા 3
અમરેલી 4
ગીરસોમનાથ 5
પોરબંદર 3
ભાવનગર 3
જૂનાગઢ 3 કયાં મંત્રીઓને કયા જિલ્લાની જવાબદારી
ભુપેન્દ્રસિંહ ચુડાસમા વેરાવળ
વિભાવરી દવે ભાવનગર
આર.સી.ફળદુ અમરેલી
જયેશ રાદડિયા પોરબંદર
જયદ્રથસિંહ દ્વારકા
ધર્મેન્દ્રસિંહ જાડેજા જામનગર
કુંવરજી બાવળિયા મોરબી
દિલીપ ઠાકોર કચ્છ
સૌરભ પટેલ રાજકોટ
જવાહર ચાવડા જૂનાગઢ