શેરબજારમાં તેજીનો માહોલ: સેન્સેક્સ 168 અંક વધ્યોJune 11, 2019

રાજકોટ,તા.11
આજે દિવસના આરંભે શેરબજારમાં તેજી જોવા મળી હતી. જેમાં બીએસઇના 30 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 115.93 પોઇન્ટ વધીને 39,900.45 ની સપાટીએ ખુલ્યો હતો. બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 37.15 પોઈન્ટ વધીને 11,959.85 ની સપાટીએ ટ્રેડ કરી રહ્યું હતું.
મંગળવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં વધારો જોવા મળ્યો છે. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે 20 પૈસાના વધારા સાથે રૂપિયો ખૂલ્યો છે. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 69.45 ના ભાવ પર ખૂલ્યો છે. છેલ્લા સત્રમાં રૂપિયો ડોલર દીઠ 69.65 પર બંધ રહ્યો હતો.
મંગળવારે પ્રારંભિક ટ્રેડિંગમાં, ઇન્ડસઇન્ડ બેન્ક, ટાટા સ્ટીલ, કોલ ઇન્ડિયા, વેદાંત, પાવર ગ્રીડ કોર્પોરેશન, બીપીસીએલ, એચસીએલ ટેક, ઓએનજીસી, આઈટીસી, જેએસડબલ્યુ સ્ટીલ, બજાજ ફાઇનાન્સ, એશિયન પેઇન્ટ્સ, એનટીપીસી, મારુતિ સુઝુકી, સિપ્લા અને ગ્રાસિમ એ મજબૂતાઈ સાથે ટ્રેડિંગ કર્યું હતું.
બીજી બાજુ, ઇન્ડિયાબુલ્સ હાઉસિંગ, યસ બેન્ક, સન ફાર્મા, ભારતી એરટેલ, ડો. રેડ્ડીઝ લેબ્સ, બ્રિટાનિયા, અદાણી પોર્ટ્સ, યુપીએલ અને મહિન્દ્રા એન્ડ મહિન્દ્રામાં નબળાઈ સાથે વ્યવસાય થયો હતો.
બપોરે 3.00 વાગ્યે બીએસઈના 30 શેરોવાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સમાં 168 પોઈન્ટ એટલેકે 0.42 ટકાની તેજી સાથે 39,953ના સ્તર પર કારોબાર કરી રહ્યુ હતુ. તો નિફ્ટીના 50 શેરોમાં પ્રમુખ ઈન્ડેક્સમાં 44 પોઈન્ટ એટલેકે 0.37 ટકાના ઉછાળા સાથે 11,967ના સ્તર પર કારોબાર કરી રહ્યી હતી.