ધ્રાંગધ્રાના ગુજરવદીમાં કોળી પરિવાર વચ્ચે ઝઘડોJune 11, 2019

જૂના મનદુ:ખમાં મારામારી થતા સામસામી ફરિયાદ ધ્રાંગધ્રા તા:11
ધ્રાગધ્રા તાલુકાના ગુજરવદી ગામે ગઇકાલે સામાન્ય બાબતે એકજ કોમના બે પરીવાર વચ્ચે ઝગડો થયો હતો જેમા અંન્ને પરીવારના સભ્યો દ્વારા ધ્રાગધ્રા તાલુકા પોલીસ સ્ટેશને સામ સામે ફરીયાદ નોંધાવી છે.
પ્રાપ્ત વિગતો અનુશાર ધ્રાગધ્રા તાલુકાના ગુજરવદી ગામે અગાઉઑઉ મનદુખ રાખી એક જ કોમના બે પરીવાર ધોકા, પાઇપ જેવા ઘાતક હથીયારો લઇ સામસામે આવી ગયા હતા. જે બાદ ધ્રાગધ્રા તાલુકા પોલીસીને જાણ થતા પીએસઆઇ ડી.બી.ચૌહાણ, ધીરુભા, લલીતભાઇ સાવલીયા સહિતના પોલીસ સ્ટાફ ઘટના સ્થળે જઇ મામલો શાંત પાડ્યો હતો જેમા ચમન નરશીભાઇ કોળી દ્વારા મનસુખ નરશીભાઇ કોળી, દેવા જનકભાઇ કોળી, ઇશ્વર ભગાભાઇ કોળી, તથા દાના ચંદુભાઇ કોળી સામે પોતાના પરીવાર પર ઘાતક હથીયારોથી હુમલો કરવા તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવી છે ત્યારે સામા પક્ષે પણ મનસુખ નરશીભાઇ કોળી દ્વારા ચમન નરશીભાઇ કોળી, જનક ગોવીંદભાઇ કોળી, અશોક જનકભાઇ કોળી, નરેશ જનકભાઇ કોળી પર ફરીયાદ નોધાવી વધુ તપાસ ધ્રાગધ્રા તાલુકા પોલીસ દ્વારા હાથ ધરાઇ છે.