જામનગર, જોડિયા, અમરેલી, પોરબંદર, સોમનાથમાં એનડીઆરએફની ટીમ તૈનાતJune 11, 2019

તાલુકા, જિલ્લા અને ન.પા.નો ડિઝાસ્ટાર પ્લાન અમલી બનાવાયો રાજકોટ જિલ્લા કલેકટરે જિલ્લામાં સંભવિત વાવાઝોડાના પગલે તમામ પગલા લીધા છે. ખાસ તો જયાં વધુ અસર થઇ શકે છે તે ઉપલેટા, ધોરાજી અને જેતપુર તાલુકાનાં ડિઝાઈસ્ટરને એલર્ટ કરાયા છે. તાલુકા, જિલ્લા અને નગરપાલીકા ડીઝાસ્ટરનાં પ્લાનને અમલમાં મકુવા સૂચના આપી દેવામાં આવી છે. સાથે જ જિલ્લા કલેકટરને જિલ્લાના તમામ કર્મીઓની રજાઓ રદ કરી સ્થળ નહીં છોડવા આદેશ આપ્યો છે. દરિયાકાંઠાનાં વિસ્તારોમાં સ્કૂલો, સમાજની વાડીઓને તૈયાર રહેવા આદેશ વાવાઝોડાનાં ખતરાથી તંત્ર હરકતમાં આવી ગયું છે. સંભવિત ખતરો જોવા દરિયાકાંઠાનાં વિસ્તારો અને જયાં સૌથી વધુ અસર થવાની સંભાવના છે તે વિસ્તારોમાં શાળા, કોલેજ અને સમાજની વાડીઓ સહિતનાં સ્થળોમાં સાફ-સફાઈ તથા તૈયાર રહેવા આદેશ અપાયા છે. સાથે જ તમામ જિલ્લા કલેકટરને બપોર સુધીમાં મહેસુલ વિભાગને રીપોર્ટ સોંપવા આદેશ અપાયો છે. અને તયાર બાદ ડિઝાસ્ટરની આજે ફરી બેઠક યોજાશે. તમામ જિલ્લા કલેકટરોને સ્ટેન્ડ ટુ રહેવા આદેશ: આજે ડિઝાસ્ટર મેનેજમેન્ટની અગત્યની બેઠક: જરૂર જણાય તો ગામડાં ખાલી કરવા અપાશે આદેશ રાજકોટ તા,11
અરબ સમુદ્રમાં આકાર પામેલ વાવાઝોડુ ‘વાયુ’ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે ત્યારે સંભવિત ખતરાથી બચવા તંત્ર દ્વારા તમામ પગલાઓ હાથ ધરાયા છે. દરિયામાં કરંટના પગલે સૌરાષ્ટ્રમાં 13 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવો શરૂ થયો છે. જેની ગતિ વધીને 110 થી 120 કિ.મી. થવાની સંભાવના છે. હાલ વાવાઝોડું દરિયામાં વેરાવળથી 740 કિ.મી. દૂર છે. સૌરાષ્ટ્ર પર ખતરાને જોતા જામનગર, સોમનાથ, પોરબંદર ખાતે એનડીઆરએફની ટીમ એલર્ટ રાખવામાં આવી છે. સાથે જ જરૂર જણાય તો પૂણે અને પંજાબનાં ભઠીંડામાં પણ એનડીઆરએફની ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. વડોદરાની 9 ટીમો કચ્છ અને પોરબંદર રવાના કરવામાં આવી છે. બે ટીમ કંડલા અને જખૌમાં તૈનાત છે. જામનગર સહિત તમામ સ્થળોએ કંટ્રોલરૂમ ધમધમવા લાગ્યા છે. અત્યાર સુધીમાં 45 થી વધારે બોટોને દરિયામાંથી પરત લાવવામાં સફળતા મળી છે. જયારે હજુ 15 બોટ અને 45 માછીમારો દરિયામાં હોવાનું જાણવા મળે છે.
અરબી સમુદ્રમાં વાવાઝોડા મામલે મુખ્યમંત્રીનું નિવેદન કર્યુ છે. તેમણે માછીમારોને દરિયો ન ખેડવા માટે સુચન કર્યુ છે. તેમજ દરીયામાં ગયેલા માછીમારોને સુરક્ષિત જગ્યાએ જવા સુચન કર્યુ છે. તેમજ તંત્રને પણ વાવાઝોડાને લઈ એલર્ટ રહેવા માટે જણાવ્યુ છે. કોઈપણ જાતનું નુકશાન ન થાય તે માટે તેમણે સુચન કર્યુ હતું.
બેઠક બાદ મહેસુલ વિભાગના અધિક સચિવ પંકજ કુમારની પત્રકાર પરિષદ યોજી હતી. સૌરાષ્ટ્રમાં વાવાઝોડા મામલે પંકજ કુમારે નિવેદન આપ્યું હતું.
તેમણે જણાવ્યું કે, આગામી 24 કલાકમાં સઆઈક્લોનની અસર થશે. વેરાવળથી 930 કિમિ દૂર સમુદ્રમાં ડિપ્રેશનની અસર છે. આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં સાઈક્લોનની અસર થશે. સૌરાષ્ટ્ર-કચ્છમાં વાવાઝોડાનો ખતરો છે. દરિયામાંથી મોટાભાગની બોટ પાછી આવી ગઈ છે. દરેક પોર્ટ પર 1 નંબરનુ સિગ્નલ જાહેર કરાયુ છે. જે બોટ પાછી નથી આવી તેનું મોનિટરિંગ ચાલુ છે. તમામ ગતિવિધીઓ પર રાજ્ય સરકારની નજર છે.
વધુમાં તેમણે કહ્યું કે, કોસ્ટગાર્ડ, આર્મી, ગઉછઋ, એરફોર્સ સાથે ચર્ચા થઈ છે. દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટરોને અલર્ટ કરાયા છે. પ્રવાસીઓને દરિયા કાંઠે નહી જવા માટે સુચનો કરાયા છે. બચાવકાર્યો માટે ગુજરાતની 15 ટીમ મોકલવામાં આવશે. અન્ય રાજ્યોની ટીમોની પણ બચાવકાર્ય માટે મદદ લેવાશે. અમદાવાદ આર્મી, ધાંગધ્રા અને કચ્છની આર્મીને અલર્ટ અપાયા છે. દરિયાકાંઠાના ગામડાઓને જરૂર જણાતા ખાલી કરાશે. સાંજ સુધીમાં ગામડાઓ ખાલી કરવા મુદ્દે નિર્ણય લેવાશે.