તો કોંગ્રેસ સાથે છેડો ફાડતા વાર નહીં લાગે: દેવગૌડાJune 11, 2019

 કર્ણાટકના સંકટ વિશે રાહુલ ગાંધી અને અહેમદ પટેલને પૂર્વ વડાપ્રધાનની સાફ વાત
બેંગલુરુ તા,11
લોકસભામાં કારમી પછડાટ બાદ પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના સિનિયર નેતા અહેમદ પટેલ સાથે મુલાકાત કરી હતી. દેવગૌડાએ રાહુલ ગાંધીને સ્પષ્ટ કહી દીધું છે કે, કોંગ્રેસ એ માંગણી ના કરી શકે કે બે અપક્ષના ધારાસભ્યોને જેડીએસના કોટામાંથી મંત્રી બનાવવામાં આવે. સાથે જ દેવગૌડાને સ્પષ્ટ કરી દીધું છે કે, જો બધું બરાબર ના રહ્યું તો જેડીએસ કોંગ્રેસ સાથે ગઠબંધન તોડી પણ શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોંગ્રેસ પોતાના વફાદાર મંત્રીઓને હટાવવા તૈયાર છે. પરંતુ કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા આમ નથી થવા દેવા માંગતા. જ્યારથી કર્ણાટકમાં કોંગ્રેસ અને જેડીએસની યુતિવાળી સરકાર રચાઈ છે અને કુમારસ્વામીને મુખ્યમંત્રી બનાવવામાં

આવ્યા છે ત્યારથી અવારનવાર અટકળો સામે આવતી રહે છે કે આ સરકાર ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે.
આ દરમિયાન લોકસભાની ચૂંટણીમાં થયેલા કારમા રકાસ મામલે પૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડા કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતાને મળ્યા હતાં. જ્યાં તેમણે રાહુલ ગાંધીને સ્પષ્ટ કહી દીધું હતું કે, જેડીએક કોઈપણ ભોગે પોતાના કોટામાંથી અપક્ષના ધારાસભ્યોને મંત્રી નહીં બનાવે. કારણ કે પાર્ટીમાં અલ્પસંખ્યક નેતાઓને કેબિનેટમાં શામેલ કરવાને લઈને પ્રતિબદ્ધ છે. સાથે જ દેવગૌડાએ એવા પણ સંકેત આપી દીધા છે કે, જો બધું સુતરૂ ના ચાલ્યું તો જેડીએસ ગઠબંધન તોડતા પહેલા એક મીનીટનો પણ વિચાર નહીં કરે. આ ઉપરાંત તેમણે રાહુલ ગાંધીને કોંગ્રેસ અધ્યક્ષ પદે યથાવત રહેવાની સલાહ પણ આપી હતી.
રાહુલ ગાંધી સાથેની મુલાકાત દરમિયાન દેવગૌડાએ કહ્યું હતું કે, જેડીએસના કોટાથી અપક્ષના ઉમેદવારોને મંત્રીપદ નહીં જ આપવામાં આવે. કોંગ્રેસના જ મંત્રીઓએ રાજીનામું આપીને તેમની જગ્યાએ નિરાશ ચાલી રહેલા અપક્ષના ધારાસભ્યોને સ્થાન આપવું જોઈએ. જેડીએસ પણ આમ કરવા તૈયાર છે.