કેન્દ્રની યોજના બિહારમાં બંધ: નીતિશનાં નખરાં ચાલુJune 11, 2019

 40-50 ટકા રકમ જે-તે રાજ્યોએ ઉમેરવાની હોય તેવી કેન્દ્રીય યોજનાનો શો અર્થ?
પટના તા.11
બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારે કેન્દ્રની યોજનાઓ બંધ કરવાની સલાહ આપી છે. તેમણે કહ્યું હતું કે, દરેક રાજ્યએ પોતાની સ્કીમ હોવી જોઈએ, આ અમારો નીતિગત વિચાર છે. નીતીશ કુમારે કહ્યું હતું કે, આ મુદ્દાને અમે નાણાંપંચ સમક્ષ પણ રજુ કર્યો છે અને 15 જૂને નવી દિલ્હીમાં યોજાનારી નીતિ આયોગની બેઠકમાં પણ તેને ઉઠાવીશું.
પટનામાં નીતીશ કુમારે કહ્યું હતું કે, સેંન્ટ્રલ સ્પોર્સડ સ્કીમ બંધ થવી જોઈએ જેમાં રાજ્ય સરકારને 40-50 ટકા રકમ પોતાના તરફથી ઉમેરવાની રહે છે, પરંતુ નામ કેન્દ્રનું હોય છે. જો કેન્દ્ર સરકારે આખા દેશમાં કોઈ સ્કીમ ચલાવવી હોય તો સેંટ્રલ સેક્ટર સ્કિમ હોવી જોઈએ જેમાં રાજ્યો પર કોઈ જ બોઝ ના નાખવામાં આવે.
મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, આ મામલે વિચાર થવો જરૂરી છે, જે જો કોઈ પણ યોજનાનું નામ કેન્દ્ર પ્રાયોજીત હોય ત્તો તેમાં રાજ્યો પાસેથી પૈસા કેમ લેવામાં આવે છે? જો રાજ્યોની ભાગીદારી હોય તો તેને રાજ્ય પ્રાયોજીત માનવામાં આવવી જોઈએ. નીતીશ કુમારે કહ્યું હતું કે,

દરેક રાજ્યની પોતપોતાનીએ પ્રાથમિકતાઓ હોય છે અને તમામ સ્કિમને દરેક રાજ્યો પર થોપવી યોગ્ય નથી. દરેક રાજ્યની પોત-પોતાની સ્કીમ હોવી જોઈએ. જ્યારે અમે કેન્દ્દ્ર સરકારમાં હતા ત્યારે કેન્દ્ર પ્રાયોજીએત યોજનાઓની સંખ્યા ઘટાડવામાં અમારી ભૂમિકા રહી છે, આ જ વાત અમે એનડીએની બેઠકમાં પણ કહી છે.
નીતીશ કુમારે કહ્યું છે કે બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની વાત પર અમે આજે પણ યથાવત છીએ. નીતિ આયોગની બેઠકમાં આ મુદ્દો મહત્વનો રહેશે. અમે 15માં નાણાં આયોગ સામે પણ અમે આ મુદ્દો ઉઠાવ્યો હતો અને ભવિષ્યમાં પણ તેને ઉઠાવતા રહીશું.
ઉલ્લેખનીય છે કે, નીતીશ કુમારે મોદી સરકારના બીજા કાર્યકાળમાં સરકારમાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો છે. નીતીશ કુમારના પક્ષને એક જ મંત્રાલય ઓફર કરવામાં આવતા તેમણે સરકારમાં શામેલ થવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો હતો. ત્યાર બાદથી નીતીશ કુમાર ભાજપ અને મોદી સરકાર પર આકરા પ્રહાર કરી રહ્યા છે.