રૂ।.50 કરોડથી વધુના ટર્નઓવર પર ઇ-બિલ ફરજિયાતJune 11, 2019

વેપારી ટેક્સ ભરી દે છે પણ એ નથી દર્શાવતો કે ક્યાં શું વેચ્યું?
સરકારી સૂત્રોએ જણાવ્યું કે, અત્યારે સરકારને એ જાણવામાં સમય લાગે છે કે રજિસ્ટર્ડ બિઝનેસમેનનો વાસ્તવિક ટેક્સ કેટલો હતો. કારણ કે એ સમયે ટેક્સ ભરીને જીએસટીઆર-3બી રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યા બહુ વધારે છે. પરંતુ શું મગાવ્યું, શું મોકલ્યું તેની જાણકારી આપતું ઈનવોઇસ ભરીને જીએસટીઆર-1 રિટર્ન ભરનારા વેપારીની સંખ્યા બહુ ઓછી છે. જાણકારોનું કહેવું છે કે આ ભૂલ બે કારણોથી થઈ રહી છે. ક્યાં તો વેપારી ઈનવોઇસ અપલોડ નથી કરી રહ્યા ક્યાં તો તેઓ આઈટીસીનો દુરુપયોગ કરી રહ્યા છે. નવી દિલ્હી તા.11
જીએસટીની ચોરી અટકાવવા સરકાર 50 કરોડ રૂપિયાથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓ માટે ઇ-ઇનવોઇસ ફરજિયાત બનાવી શકે છે. 20 જૂનના રોજ થનારી જીએસટી કાઉન્સિલની મીટિંગમાં આ પ્રસ્તાવ પર નિર્ણય થઈ શકે છે. આ પહેલાં કાઉન્સિલ બધી રાજ્ય સરકારોનો સંપર્ક કરીને વાતચીત કશે. જીએસટીમાં થતા કુલ કલેક્શનમાં 66.6% ભાગ 50 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતા વેપારીઓનો જ છે.
દેશના આશરે 1.21 કરોડ વેપારી અને ઉદ્યમીઓ જીએસટીએન પોર્ટલમાં નોંધાયેલા છે. પરંતુ આશરે 68,041 બિઝનેસ સંસ્થાઓનું ટર્નઓવર જ 50 કરોડથી વધુ છે. જો કે, આ નાણાકીય વર્ષ 2017-18 દરમિયાન કુલ 30% વેપારીઓ અને ગ્રાહકો વચ્ચે માલ મોકલવા અને મંગાવવા માટે ઇનવોઇસ જનરેટ કર્યું.
નિષ્ણાતોનું કહેવું છે કે પ્રથમ તબક્કામાં સરકાર જીએસટી માટે ઈ-ઈનવોઇસ લાગુ કરવા માગે છે, જેની પાસે જીએસટી માટેના તમામ આવશ્યક સોફ્ટવેર અને ટેક્નિક છે જેની મદદથી તે ઈ-ઇનવોઇસ ઈન્ટિગ્રેટ કરી શકે છે. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે ઈ-ઇનવોઇસ ફરજિયાત થયા પછી વેપારીઓએ ન તો ઈનવોઇસ અપલોડ કરવું પડશે અને રિટર્ન પણ ફાઇલ નહીં કરવું પડે.

સત્તાવાર સૂત્રો દ્વારા જાણવા મળ્યું કે દરેક માલ રૂ .50,000થી વધુની રકમના 3.9 કરોડ બી2બી જનરેટ થાય છે. એટલે કે પ્રતિદિન 12 લાખ. જો તેનાથી નાની રકમ માટે પણ અપલોડ કરવામાં આવે તો ઇન્વોઇસની સંખ્યા દરરોજ 1 કરોડ સુધી પહોંચી જાય છે. જીએસટીએનના એ જ પોર્ટલ દ્વારા ઈનવોઇસ જનરેટ કરવામાં આવી રહ્યાં છે, જેના દ્વારા આટલી જ સંખ્યામાં ઈ વે બિલ જનરેટ થાય છે. સરકારનું માનવું છે કે ઈ-ઈનવોઇસ સિસ્ટમ લાગુ થયા પછી વેપારીઓનું કાર્ય સરળ બનશે. ઈ-ઇનવોઇસ ડાઉનલોડ કર્યા પછી તેમણે રિટર્ન ફાઇલ નહીં કરવું પડે.