ઓસ્ટ્રેલિયા સામે બદલો લેવો હતો: કોહલીJune 11, 2019

લંડન: કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયાને 36 રનથી સહેલાઈથી પરાજિત કર્યા બાદ કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓ વધારાના જુસ્સા સાથે મેચમાં રમ્યા હતા. કારણ કે ભારતમાં અગાઉ રમાયેલ શ્રેણી 2-0થી સરસાઈમાં રહ્યા બાદ અમે હાર્યા હતા અને અમારે પરાજયનો બદલો લેવાનો રહેતો હતો, એમ કોહલીએ કહ્યું હતું. કોહલીએ મેચ બાદ પત્રકાર પરિષદને સંબોધતા કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓએ આ મેચમાં ત્રણે વિભાગમાં સારી રમત દાખવી હતી.