જામનગર જિલ્લામાં મોબાઇલ એપથી, કરાશે આર્થિક ગણતરીJune 17, 2019

જામનગર તા. 17
કેન્દ્વ સરકાર દ્વારા સમગ્ર ભારતમાં 7મી આર્થિક ગણતરી હાથ ધરવામાં આવી રહેલ છે. સમગ્ર દેશની સાથે સાથે જામનગર જિલ્લામાં પણ કોમન સર્વીસ સેન્ટર મારફત આગામી જુન માસથી આ ક્ષેત્રીય તેમજ સુપરવીઝનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જિલ્લા કલેકટર રવિશંકર તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી પ્રસશ્તિ પારીકના માર્ગદર્શન હેઠળ આ કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જે અંતર્ગત તા.11 જુન 2019ના રોજ જિલ્લા સેવા સદન જામનગર ખાતે જિલ્લા આંકડા અધિકારી યુ.ટી.ચૌધરીના અધ્યક્ષ સ્થાને વર્કશોપનુ આયોજન કરવામાં આવેલ આ વર્કશોપમાં એનએસએસઓના એફઓડી ડી.એમ.જોષી, સંશોધન મદદનીશ હરપાલસિંહ જાડેજા તેમજ ડિસ્ટ્રકટ મેનેજર (સીએસસી), નિકુંજભાઈ ઠેસીયા દ્વારા ગણતરીદારો તેમજ સુપરવાઈઝરોને વિગતવાર તાલીમ આપવામાં આવેલ છે. આ કામગીરી શરૂ થયે ગણતરીદાર તથા સુપરવાઈઝરઓને પુરતો સહકાર આપવા પ્રજાજનોને જિલ્લા આંકડા અધિકારી જામનગર દ્વારા અપીલ કરવામાં આવે છે.