સિહોરનો ઐતિહાસિક બ્રહ્મકુંડ વર્ષો બાદ ઝળહળ્યોJune 15, 2019

ગૌરવવંતા ગોહિલવાડની ઐતિહાસિક નગરી સિહોરમાં કેટલાએ સ્થાનો મહત્વ અને મહાત્મ્ય ધરાવે છે. તેમાં એક છે બ્રહ્મકુંડ: સિધ્ધરાજ જયસિંહ  રાજવીની કથા સાથે આ સ્થાન સંકળાયેલ છે. પુરાતત્વ વિભાગ દ્વારા આ બ્રહ્મકુંડ નોંધાયેલા સ્મારકોમાં છે પરંતુ કોઈ સારસંભાળ લેવાતી ન હોઈ સિહોરના ધર્મ અને ઈતિહાસના જાણકારોને પિડા અનુભવાય. આ નગરજનો શ્રેષ્ઠીઓ ઓશકભાઈ મુની સાથે અનિલભાઈ મહેતાએ સફાઈ અને મરામત કરાવવા સાથે 12 મહિનાના પ્રથમ દિવસે પડવાના દિવસે સાંજે કુંડમાં દરેક ગોખલામાં બિરાજમાન દેવ-દેવી, મુનિઓને દિવા કરવા સંકલ્પ કર્યો.