૧ સૌ પ્રથમ દોરો, પેન, ફેવિકોલ કાતર અને નકામી 3 થી 4 સીડી લોJune 15, 2019

૨ હવે એક પર બીજી સીડી વચ્ચે મૂકીને ચંદ્રમાનો શેપ આવે તે રીતે ડ્રો કરી કટ કરી લો. એ જ શેઈપને અલગ કાર્ડ પેપર મુકી કટ કરી લો. ૩ બીજી સીડી પર આ રીતે સ્ટારશેઈપ ડ્રો કરીને કટ કરો એ જ શેઈપને અલગ કાર્ડ પેપર પર મુકી કટ કરો. ૪ હવે કાર્ડપેપરથી કટ કરેલ સ્ટારનો શેપ અને સીડીના સ્ટારના શેઈપ વચ્ચે દોરાના ટુકડાની ગાંઠ મૂકી બન્ને શેઈપને ફેવીકોલ વડે ચીપકાવી દો અને દોરાનો બીજો છેડો છૂટ્ટો રહેશે. આજ રીતે બધા સ્ટાર તૈયાર કરો. ૫ હવે જે ચંદ્રમાનો શેઈપ કટ કરેલ છે તેના પર સ્ટારવાળા દોરાનો બીજો છેડો ફેવિકોલ લગાવી ચીપકાવી દો. આ રીતે બધા જ સ્ટાર્સ લટકાવેલ દોરી તેના પર અલગ અલગ જગ્યાએ ગોઠવી દો. ૬ તેના પર ફેવિકોલ લગાવી કાર્ડ પેપર અને સીડી પેપરના ચંદ્રમાના શેઈપને ચીપકાવી દો. બધા જ સ્ટાર્સ દોરા સાથે વચ્ચે ગોઠવાઈ જશે અને સૌથી ઉપર એક સ્ટાર દોરી સાથે લગાવી લો. જે લટકાવવામાં ઉપયોગી થશે. લો તમારું વિન્ડચીમ તૈયાર.