વીર વીરાની યોગ સાધનાJune 15, 2019

પીંકુની વાત સાંભળી વીરે સ્મિત કરતા કહ્યું કે તારી સમસ્યા તો એક જ મિનિટમાં દૂર થઇ જશે. કાલે વ્હેલી સવારે ગાર્ડનમાં આવજે નિયમિત યોગ, પ્રાણાયામ અને મેડિટેશન કરવાથી શરીર નીરોગી રહે છે, મન શાંત રહે છે અને યાદશક્તિ પણ વધે છે રાજગઢમાં વાતાવરણ આહ્લાદક હતું કારણકે ઉનાળાએ વિદાય લીધી હતી. બાળકો નિયમિત શાળાએ જવા લાગ્યાં હતાં અને જનજીવન નિયમિત થઇ ગયું હતું. વીર વીરા અને દોસ્તો તો શાળાએ જવાના નામથી જ ખુશ હતાં. કલાસ શરૂ થતાં જ બધાના હોમવર્કસ ચેક કરવામાં આવતા તો પીંકુ એક જ એવો સ્ટુડન્ટ હતો કે જે કયારેય હોમવર્ક નહોતો કરતો તેમ જ કલાસવર્કમાં પણ ધ્યાન આપતો નહોતો હોમવર્ક ન કરવાના કારણે ટીચર તેના પર ગુસ્સો કરતા અને પીંકુ રડી પડતો આવું લગભગ દરરોજ થતું
એક દિવસ વીરાએ પીંકુને પૂછયું," તું દરરોજ કેમ હોમવર્ક કરીને નથી આવતો? નિયમિત હોમવર્ક કરીએ તો કેટલું નવું શીખવા મળે? ત્યાં પીંકુ રડી પડયો તેણે વીરાને જણાવ્યું કે તેને હોમવર્ક તો કરવું હોય છે પણ ખૂબ આળસ થાય છે ત્યાં વીર પણ આવ્યો અને વાત જાણીને સ્મિત કરીને કહ્યું કે તારી સમસ્યા તો એક જ મિનિટમાં દૂર થઇ જશે. કાલે વ્હેલી સવારે ગાર્ડનમાં આવી જજે.
બીજા દિવસે પીંકુ ગાર્ડનમાં ગયો તો તેણે જોયું કે ગાર્ડનમાં વીર વીરા અને બધા જ દોસ્તો યોગાસન કરી રહ્યાં હતાં. વીરે પીંકુને ચૂપચાપ તેમાં જોડાઇ જવા કહ્યું
પીંકુ પણ યોગાસન કરવા લાગ્યો જેમાં પદ્માસન, પશ્ર્ચિમોત્તાસન, સર્વાંગઆસન અને સૂર્યનમસ્કાર બધું જ કરીને છેલ્લે પ્રાણાયામ કરાવ્યા અને અંતમાં બધાએ સાથે મળીને મેડીટેશન કરી પીંકુએ બધાની સાથે આસનો તો કર્યા થોડી મજા આવી પણ ટેવ ના હોવાના કારણે શરીર થોડુુ દુખવા લાગ્યુ બધુ જ પૂર્ણ થતા વીર વીરા પીંકુ પાસે આવ્યા અને સમજાવ્યું કે નિયમિત આસન કરવાથી માંસપેશીઓ મજબૂત બને, શરીર નીરોગી બને છે માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે, મનની એકાગ્રતા વધે છે તેમજ વિદ્યાર્થીઓ જો આસન, પ્રાણાયામ, ધ્યાન નિયમિત કરે તો યાદશક્તિ પણ વધે છે. પીંકુએ શાંતિથી તેની વાત સાંભળી તેને વીરની વાત સાચી લાગી અને કહ્યું કે હવે હું દરરોજ અહીં યોગ કરવા આવીશ. પીંકુ પણ નિયમિત યોગ અને ધ્યાન કરવા લાગ્યો. તેને મજા આવી અને હવે તો તે દરરોજ હોમવર્ક પણ કરવા લાગ્યો ટીચરે તેના બદલાવનું કારણ પૂછયું તો પીંકુએ વીરવીરાની વાત જણાવી ટીચર તો ખુશ થઇ ગયા. તેણે વીર વીરાને બોલાવ્યા અને દરરોજ શાળા શરૂ થાય તે પહેલા યોગ અને ધ્યાન કરાવવાનું કહ્યું આમ શાળામાં બધા જ યોગ કરવા લાગ્યાં અને 21 જૂન વર્લ્ડ યોગ દિવસ આવતા બધાએ સાથે મળીને ઉજવણી પણ કરી.
બોધ: વિદ્યાર્થીઓએ યોગ, પ્રાણાયમ, ધ્યાન કરીને સ્વસ્થ રહેવું જોઇએ. શરીર સ્વસ્થ હશે તો મન પણ સ્વસ્થ રહેશે અને આના કારણે ભણવામાં પણ ધ્યાન
આપી શકાશે અને જીવનમાં ભણીગણીને આગળ વધી શકાશે. ગાર્ડનમાં બધા જ વિદ્યાર્થીઓ વિવિધ આસનો કરતા હતાં અને પીંકુ પણ તેમાં જોડાયો