હાર્દિક રૂપિયા 3 કરોડની કાંડા- ઘડિયાળ પહેરે છેJune 15, 2019

  • હાર્દિક રૂપિયા  3 કરોડની કાંડા- ઘડિયાળ પહેરે છે

લંડન: ટીમ ઇન્ડિયાનો સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યા ઑસ્ટ્રેલિયા સામે રમેલી 27 બોલમાં 48 રનની ઇનિંગથી ચર્ચામાં છે. જો કે આજ-કાલ હાર્દિક પોતાના મોંઘા શોખને લઇને પણ ચર્ચામાં છે. હાર્દિકનું લક્ઝરી બ્રાન્ડ પ્રત્યેનું આકર્ષણ કોઈનાથી છુપુ નથી. આ કારણે તેની એક તસવીર અત્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. એક લાખ રૂપિયાનું લૂઈ વીટોનનું શર્ટ હોય કે પછી 85,000 રૂપિયાનાં વર્સાચેનાં સફેદ ચામડાનાં મેડુસા સ્નીકર્સ, હાર્દિક પોતાની જોરદાર ડ્રેસિંગથી હંમેશા ચર્ચામાં રહે છે. અત્યારે હાર્દિક પંડ્યા પોતાની મોંઘી ઘડિયાળનાં કારણે ચર્ચામાં છે. આ વખતની આઇપીએલમાં મુંબઈ ઇન્ડિયન્સ વિજેતા બન્યું. આઈપીએલની વિજેતા ટ્રોફી સાથે હાર્દિકની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને સૌનું ધ્યાન પોતાના તરફ ખેંચી રહી છે. આ તસવીરમાં જોઇ શકાય છે કે હાર્દિકે પોતાના કાંડા પર એક ઘડિયાળ પહેરેલી છે. હાર્દિક સફેદ સોના અને હીરાનાં સેટવાળી પાટેક કિલિપ નોટિલસ બ્રાન્ડની ઘડિયાળ પહેરેલો જોવા મળી રહ્યો છે. આ ઘડિયાળની કિંમત 3 કરોડ રૂપિયા છે! જો કે આ પહેલીવાર નથી જ્યારે હાર્દિકે મોંઘી ઘડિયાળ પહેરી છે. તે મોંઘી ઘડિયાળનો શોખીન છે અને ઘણીવાર મોંઘી ઘડિયાળ સાથે જોવા મળે છે.