જીવદયાના લક્ષે આદ્રા નક્ષત્રમાં જૈનો દ્વારા કેરીનો ત્યાગJune 14, 2019


સંવત 2075 જેઠ વદ પાંચમ 22/6/19 શુક્રવારે સાંજે 5:20 મિનિટે આદ્રા નક્ષત્ર શરૂ થાય છે.કેરી,જાંબુ જેવા અમુક ફળો એવા હોય છે કે કયારેક ઉપરથી ખૂબ સુંદર દેખાય છે પરંતુ વષોકાળ - ચોમાસાના વાતાવરણની અસરને કારણે આવા ફળોની અંદર જીવોની ઉત્પત્તિ થઈ જતી હોય છે. જૈનાગમ શ્રી દશ વૈકાલિક સૂત્રમાં આગમકાર ભગવંતોએ ફરમાવ્યુ કે નસ્ત્ર સવ્વે જીવાવિ ઈચ્છંતિ જીવવું નસ્ત્ર અથોત્ જગતના દરેક જીવોને જીવવું ગમે છે,મરવું કોઈને ગમતું નથી.જૈનો તો જીવદયાના હિમાયતી હોય છે.આગમકાર ભગવંતોએ જૈન આગમ શ્રી ચંદ્ર - સૂયે પ્રજ્ઞપ્તિ સૂત્ર તથા શ્રી સમવાયાંગ સૂત્રમાં અભિજિતથી લઈ ઉત્તરાષાઢા એમ 28 પ્રકારના નક્ષત્રનો ઉલ્લેખ આવે છે તેમાં આદ્રા પણ એક નક્ષત્ર છે.
આદ્રા બેસતા આમ્રફળના સ્વાદમાં પણ ફેર પડી જાય છે.આદ્રા પછી કેરી આરોગવાનું ચાલુ રાખવામાં આવે તો પેટ - વાયુનાં રોગો થવાનો પણ સંભવ રહેલો છે.આદ્રા બેસતા કેરીના ભાવ પણ ઘટવા માંડે છે કારણકે તેની માંગ ઘટવા માંડે છે.કેરી વેચવાવાળાઓને પણ આદ્રા બેસી ગયા તેનો ખ્યાલ આવી જાય છે.જૈનો તો ઠીક પરંતુ અમુક જૈનેતરો પણ આદ્રા પછી કેરી ખાતા નથી.જૈનોતો જીવદયાના હીમાયતી હોય છે.છકાય જીવોની દયા પાળવા માટે સતત જાગૃત હોય છે.આદ્રા બેસતાં જ જૈનો પૂ.સંત - સતિજીઓ પાસે આવતા વષે સુધી કેરી ન ખાવાના પચ્ચખાણ અંગીકાર કરતાં હોય છે.
જીવદયાના લક્ષે પરાપૂવેની વર્ષોની પરંપરાને અનુસરી આદ્રા નક્ષત્ર બેસતા જૈનો કેરીનો ત્યાગ કરી જીવદયાનું જતન કરશે તેવી શુભ ભાવના મનોજ ડેલીવાળાએ વ્યકત કરેલ છે.