આદ્રા નક્ષત્રના આરંભે જૈનો દ્વારા કેરીનો ત્યાગJune 13, 2019

તા.22 જૂન સાંજે 5.20 મિનિટથી
આદ્રા નક્ષત્ર બેસે
છે: કેરી સહિતના ફળોનો ત્યાગ   દ્રા નક્ષત્રનો આરંભ થતા જૈનો કેરીનો ત્યાગ કરે છે. સાધુ ભગવંતો પણ આ દિવસથી કેરી વાપરવાનું બંધ કરે છે. ભેજવાળા અને વરસાદી વાતાવરણમાં સાધુ-સાધ્વીજીઓ વિહાર પણ બંધ કરે છે. ભેજવાળા વાતાવરણમાં ફળોમાં જીવાત ઉપન્ન થાય છે તેથી પરમાત્માના વચનો પર શ્રધ્ધા રાખતા જૈનો આ નક્ષત્ર બેસતા કેરી સહિતના ફળોનો ત્યાગ કરે છે. આ વર્ષે 22 જૂન સાંજે 5.20 મિનિટે આદ્રા નક્ષત્ર બેસે છે તેથી આ સમયથી જૈનો કેરીનો ત્યાગ કરશે.
આદ્રા નક્ષત્ર બેસતા ઋતુ પરિવર્તન થાય છે અને ઋતુ પરિવર્તનમાં કફ, પિત્ત અને વાતની પ્રકૃતિ પણ વધારે થાય છે તેના કારણે પણ કેરીનું સેવન કરવું હિતાવહ નથી. વરસાદ પડવાથી કેરીમાં નરી આંખે ન દેખી શકાય તેવા અસંખ્ય જીવોની ઉત્પત્તિ થાય છે. તેથી કેરી ખાવાથી સુક્ષ્મ જીવ હિંસાનું પાપ લાગે છે તેની સાથે વાયુ વિકારના રોગો પણ ઉત્પન્ન થાય છે. કેરીનો સ્વાદ બદલાઇ જાય છે અને એટલે જ વર્ષાકાળ દરમિયાન જૈન તેમજ અમુક જૈનેતરો પણ કેરીનો ત્યાગ કરે છે.
જૈન ધર્મમાં કાળની મર્યાદાને લઇને અમુક સમય મર્યાદામાં ભોજનનો ઉપયોગ કરાતો નથી તેમજ અમુક ઋતુ દરમિયાન અમુક શાકભાજી તેમજ ખાદ્ય પદાર્થોનો પણ ત્યાગ કરવામાં આવે છે. દરેક ધર્મમાં જીવોની રક્ષાને મહત્ત્વ આપવામાં આવતું હોય છે તેથી જ આદ્રા નક્ષત્રમાં કેરી સહિત બીજા ફળોનો પણ જૈનો ત્યાગ કરે છે.