J&K: અનંતનાગ આતંકી હુમલામાં CRPFના 5 જવાન શહીદ, અથડામણમાં બે આતંકી ઠારJune 12, 2019

  • J&K: અનંતનાગ આતંકી હુમલામાં CRPFના 5 જવાન શહીદ, અથડામણમાં બે આતંકી ઠાર

નવી દિલ્હીઃ જમ્મૂ અને કાશ્મીરમાં ચાલી રહેલા ઓપરેશન ઓલ આઉટથી ડરેલા આતંકીઓએ સુરક્ષાદળોને ફરી એકવાર નિશાન બનાવ્યા છે. આંતકીઓએ આ ઘટનાને અનંતનાગના કેપી રોડમાં અંજામ આપ્યો છે. આ હુમલાની જાણકારી મળતા સીઆરપીએફ, રાષ્ટ્રીય રાઇફલ્સ અને જમ્મૂ-કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન સ્ક્વોડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. હુમલામાં સીઆરપીએફના 3 જવાન શહીદ થઈ ગયા છે. જ્યારે એનકાઉન્ટરમાં જવાનોએ એક આતંકીને ઠાર કર્યો છે. જાણવા મળી રહ્યું છે કે, અનંતનાગમાં બાઇક સવાર માસ્ક પહેરીને આતંકી આવ્યા અને સીઆરપીએફ અને પોલીસ દળોના જવાનો પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. તેમાં સીઆરપીએફના બે જવાન ઈજાગ્રસ્ત થઈ ગયા છે. સાથે રાજ્ય પોલીસ દળનો એક SHO પણ ઈજાગ્રસ્ત થયો છે.