કાલે ભીમ અગિયારસ: રિધ્ધિ-સિધ્ધિ, ધન, ધાન્ય, આરોગ્યની પ્રાપ્તિ માટેનું વ્રતJune 12, 2019

લે ભીમ અગિયારસ છે. આ દિવસે નિર્જલા એટલે કે પાણી ન પીવુ નકોરડો ઉપવાસ કરવો અને તે શકય ન હોય તો ઉપવાસ કરવો નિર્જલા એકાદશીનું વ્રત કરવાથી આખા વર્ષની એકાદશીનું ફળ મળે છે. સાથ ધન, ધાન્ય તથા રિધ્ધિ સિધ્ધિની પ્રાપ્તિ થાય છે તેમજ આયુષ્ય પુત્ર, આરોગ્ય, વિજય, વિદ્યા, ભાગ્યબળ આપે છે. આ એકાદશીનું વ્રત કરવાથી જીવનના બધા જ પાપો નાસ પામે છે. આ એકાદશીના દિવસે સૂર્યાદય પહેલા વહેલા ઉઠવુ નિત્યકર્મ કરી માતા-પિતા વડીલોને પગલે લાગવુ શ્રીકૃષ્ણ ભગવાનનું પૂજન કરવું.ત્યારબાદ ૐ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જપ કરવા રાત્રે 12 વાગ્યા સુધી જાગરણ કરવું. પદ્મપુરાણ મુજબ નિર્જલા એકાદશીના વ્રતના પ્રભાવથી મનુષ્યની બધી જ મનોકામના પુર્ણ થાય છે અને બધા જ રોગોમાથી મુક્તિ મળે છે. સુખ અને સૌભાગ્યમા વૃધ્ધિ થાય છે અને અશ્ર્વમેઘ યજ્ઞ કરવા સમાન આ વ્રતનું પુણ્યફળ છે. વ્રત કરવાની સાથે ગાયોને ઘાસ નાખવુ તથા દાન આપવુ પણ ઉત્તમ ફળદાયક છે. ભીમસેને વ્રત કર્યુ આથી ભીમ અગિયારસ નામ પડ્યું.
એક વખતે મહિર્ષી વ્યાસને ભીમસેન કહે છે કે હું એકપણ એકાદશીનું વ્રત કરી શકતો નથી કારણકે મારા જઠરમાં વૃક્ર નામનો અગ્નિ સદા પ્રજવલિત રહે છે અને હું અધિક અન્ન ખાવ છું ત્યારે રાખે છે.
આથી આવો કોઈ ઉપાય બતાવો કે આખા વર્ષ દરમિયાન એક દીવસ ઉપવાસ રહુ અને આખા વર્ષના તહેવારોનુ ફળ મળે અને મારુ કલ્યાણ થાય ત્યારે મહિર્ષી કહે છે તુ જેઠસુદ અગિયારશનું વ્રતકર અને તે પણ જળપાન કર્યા વગર આમ
તને જેઠસુદ અગિયારસનું વ્રત કરવાથી આખા વર્ષની એકાદશી કર્યાનું ફળ મળશે તથા બધા જ તહેવારોનું ફળ મળશે.