નખત્રાણા પાસે મારૂતિવાનમાં આગથી ત્રણ બાળકો ભડથુંJune 12, 2019

  •  નખત્રાણા પાસે મારૂતિવાનમાં આગથી ત્રણ બાળકો ભડથું
  •  નખત્રાણા પાસે મારૂતિવાનમાં આગથી ત્રણ બાળકો ભડથું

બિબ્બરમાં માતાજીના દર્શને જતાં પરિવારની હાર અગનગોળો બની: ત્રણ બાળકો કારમાંથી નિકળી જ ન શકયા ભુજ તા. 12
નખત્રાણાના અરલ ફાટક નજીક મારૂતિ વાનમાં આગ લાગતાં ત્રણ બાળકો જીવતાં ભડથું0 થઇ ગયાં છે. 108નાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ભોગ બનનારાં એક જ પરિવારનાં લોકો છે. ગેસથી દોડતી મારૂતી વેનમાં અચાનક કોઇ કારણોસર આગ ફાટી નીકળી હતી. સ્થળ પર તપાસ માટે પહોંચેલી નખત્રાણા પોલીસે આપેલી. માહિતી મુજબ ભોગ બનનાર દલિત પરિવાર મૂળ બિબ્બરનો અને હાલે નખત્રાણા રહે છે. અમુક લોકો સાંગરનારાના રહીશ હોવાનું જાણવા મળ્યું છે.
ગાડીમાં 11-12 લોકો બેઠાં હતા. અને બિબ્બરમાં માતાજીના દર્શને જતા હતા. આગ ફાટી નીકળતા 8 લોકો દાઝી ગયા હતા. જેમને 108 મારફતે પ્રથમ નખત્રાણા સીએચસી અને હાલ ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં રીફટ કરાયાં છે. ગાડીમાં સવાર 3 બાળકોેને બહાર નીકળવાનો મોકો જ મળ્યો નહોતો અને તેઓ જીવતાં ભડથું થઇ ગયાં હતા. જો કે, મૃત બાળકોની ઓળખ હજુ પ્રસ્થાપિત થઇ શકી નથી. વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાય છે.