વાવાઝોડાની દિશા બદલાઈ, વેરાવળને બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયુંJune 12, 2019

  • વાવાઝોડાની દિશા બદલાઈ, વેરાવળને બદલે પોરબંદર તરફ ડાયવર્ટ થયું

અમદાવાદ : વાયુ વાવાઝોડું જેમ જેમ નજીક આવી રહ્યું છે એમ એમ ગુજરાતના શ્વાસ અધ્ધર થઇ રહ્યા છે. વાયુ વાવાઝોડું હવે વેરાવળથી માત્ર 320 કિલોમીટર દૂર છે અને આગામી ગણતરીના કલાકોમાં ગુજરાતને પોતાનું નિશાન બનાવી શકે છે. વાયુ વાવાઝોડું વધુ મજબૂત બન્યુ છે અને ગુરૂવારે વહેલી સવારે પોરબંદર દીવ વચ્ચે ગુજરાતના દરિયા કિનારે ટકરાશે એવી સરકારે લેટેસ્ટ માહિતી આપી છે. સાથોસાથ આ વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસી જવા પણ અપીલ કરવામાં આવી રહી છે.  ગુજરાતીઓના માથે હાલમાં વાયુનો ખતરો મંડરાઇ રહ્યો છે. વાયુ વાવાઝોડું તીવ્ર ગતિએ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. 150થી 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહેલ વાયુ વાવાઝોડુ હાલમાં વેરાવળથી માત્ર 320 કિલોમીટર જ દૂર છે અને ગુજરાતના દરિયા કાંઠા તરફ આગળ વધી રહ્યું છે. પહેલા આ વાવાઝોડુ વેરાવળ તરફ આગળ વધતું દેખાતું હતું પરંતુ એની દિશામાં થોડો ફેરફાર થયો હોવાનું સામે આવ્યું છે.