ભાજપ સાથે જેડી(યુ)નું બંધન બિહાર પૂરતું જJune 10, 2019

  • ભાજપ સાથે જેડી(યુ)નું  બંધન બિહાર પૂરતું જ

પટના તા.10 જેડી (યુ)ની બેઠકમાં લેવાયો નિર્ણય
નીતીશકુમારની આગેવાની વાળા પક્ષ જેડી(યુ)એ ગઇકાલે એવી જાહેરાત કરી હતી કે તેઓ બિહારની બહાર ભાજપની આગેવાની વાળા એનડીએનો હિસ્સો નહીં બને ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી એકલપંડે લડશે.
પક્ષના મહામંત્રી કેસી ત્યાગીએ પત્રકારોને જણાવ્યું હતું કે 2020 સુધીમાં પક્ષને રાષ્ટ્રીય માન્યતા અપાવવા માટે અન્ય રાજ્યોમાં જેડી(યુ)ની હાજરી વધારવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેડી(યુ) બિહાર અને અરુણાચલ પ્રદેશમાં માન્યતા પ્રાપ્ત પક્ષ છે.
અમે દિલ્હી, હરિયાણા, ઝારખંડ અને જમ્મુ-કાશ્મીરમાં અમારી પૂર્ણ શક્તિ સાથે સ્વતંત્ર રીતે ચૂંટણી લડીશું. અમારો ઉદ્દેશ્ય 2020

સુધીમાં પક્ષને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો અપાવવાનો છે. જોકે, જેડી(યુ) કેન્દ્રમાં એનડીએનો હિસ્સો છે અને 2020માં બિહારમાં વિધાનસભાની ચૂંટણી એનડીએના બેનર હેઠળ જ લડશે.